કરાચી,તા.૧૮

પાકિસ્તાન ક્રિકેટ ટીમની મુસીબતોમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવે ્‌૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ પહેલા પાકિસ્તાનની ટીમને મોટો ફટકો પડ્યો છે. આ દિવસોમાં પાકિસ્તાનની ટીમ નવા મુખ્ય કોચની શોધમાં છે. જેની રેસમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોટસનનું નામ સૌથી પહેલા હતું. આ અંગે વોટસન અને પીસીબી અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી પરંતુ બાદમાં વોટસને પીસીબીની ઓફર ફગાવી દીધી હતી. જે બાદ હવે અન્ય એક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ બનવાનો ઇનકાર કરી દીધો છે.ઓડીઆઈ વર્લ્ડ કપ ૨૦૨૩થી પાકિસ્તાનની ટીમ મુખ્ય કોચ વિના રમી રહી છે, જાે કે મોહમ્મદ હાફીઝ ટીમના કોચની સાથે ડિરેક્ટર પણ છે. પણ કરી હતી પરંતુ બાદમાં હાફિઝે પણ રાજીનામું આપી દીધું હતું. શેન વોટસન બાદ વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ડેરેન સેમી પણ આ રેસમાં સામેલ થયો હતો. પાકિસ્તાન ઈચ્છતું હતું કે સેમી ટીમનો મુખ્ય કોચ બને. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સેમીએ પાકિસ્તાન ટીમનો મુખ્ય કોચ બનવાનો ઇનકાર કરી દીધો છે. સેમીનું કહેવું છે કે તે પહેલાથી જ વેસ્ટ ઈન્ડિઝની લિમિટેડ ઓવરની ટીમનો મુખ્ય કોચ છે.ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન પાકિસ્તાન ટીમનો મુખ્ય કોચ બનવા લગભગ તૈયાર હતો. વાસ્તવમાં, ઁજીન્ ૨૦૨૪ દરમિયાન વોટસન અને ઁઝ્રમ્ અધિકારીઓ વચ્ચે આ અંગે ચર્ચા થઈ હતી. આ માટે વોટસને પીસીબી સમક્ષ ૨ મિલિયન ડોલરની માંગણી કરી હતી, જેના પર પીસીબીએ સંમતિ આપી હતી, પરંતુ બાદમાં વોટસન અને પીસીબી અધિકારીઓ વચ્ચેની વાતચીત મીડિયામાં લીક થઈ ગઈ હતી. જેના કારણે વોટસન નાખુશ હતો અને તેણે ફરીથી પાકિસ્તાન ટીમનો હેડ કોચ બનવાનો ઇનકાર કરી દીધો હતો. વોટસન હવે ભારતમાં ૨૨ માર્ચથી શરૂ થનારી ૈંઁન્ ૨૦૨૪માં કોમેન્ટ્રી કરતો જાેવા મળશે.પાકિસ્તાન ક્રિકેટ ટીમની મુસીબતોમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવે ્‌૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ પહેલા પાકિસ્તાનની ટીમને મોટો ફટકો પડ્યો છે. આ દિવસોમાં પાકિસ્તાનની ટીમ નવા મુખ્ય કોચની શોધમાં છે.