દુબઈઃ 

 મોટી મેચોમાં રમવાનો અપાર અનુભવ રાખનારી મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની મજબૂત ટીમ અને ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારી દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે આજે અહીં પ્રથમ ક્વોલિફાયરમાં રોમાંચક મુકાબલો થવાની સંભાવના છે. આઈપીએલમાં ચાર વખતની ચેમ્પિયન મુંબઈની ટીમને લીગ તબક્કામાં હરાવવી આસાન રહી નથી પરંતુ મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે 10 વિકેટની હારથી તેની લય થોડી ગડબડી હતી.

બીજીતરફ પોતાના પ્રથમ ટાઇટલ જીતવાના પ્રયાસમાં લાગેલી દિલ્હીએ સતત ચાર મેચ ગુમાવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને છ વિકેટે હરાવી બીજુ સ્થાન હાસિલ કર્યું હતું. આ જીતથી ચોક્કસપણે તેનું મનોબળ વધ્યું હશે. મુંબઈની ટીમ માટે સકારાત્મક વાત એ રહી કે તેના કેપ્ટન રોહિત શર્માએ વાપસી કરી છે, જે હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ચાર મેચ રમી શક્યો નથી. આ સ્ટાર ઓપનિંગ

વર્તમાન ચેમ્પિયનની પાસે આક્રમક બેટ્સમેન છે અને શાનદાર બોલર છે પરંતુ સનરાઇઝર્સ વિરુદ્ધ તેના બેટ્સમેન ચાલી શક્યા નહીં. તેના બોલરોને વિકેટ ન મળી અને મહત્વપૂર્ણ મેચ પહેલા એક સારી શીખ મળી કે કોઈ મેચને આસાનીથી લેવી જોઈએ નહીં. દિલ્હીનો મધ્યમક્રમ આશાને અનુરૂપ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તે મુખ્ય રીતે એક કે બે ખેલાડીઓ પર નિર્ભર રહી છે. મુંબઈના ટોપ ક્રમે દમદાર પ્રદર્શન કર્યું છે.

યુવા ઇશાન કિશન (428 રન) તેના મુખ્ય બેટ્સમેનના રૂપમાં ઉભર્યો છે. ક્વિન્ટન ડિ કોક (443) પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખવા માટે તૈયારરહેશે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ (410 રન)એ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી છે. લાંબા શોટ રમવામાં માહેર હાર્દિક પંડ્યા (241 રન), કીરોન પોલાર્ડ (259 રન) અને ક્રુણાલ પંડ્યા (95 રન)એ જરૂર પડવા પર ટીમને ઉપયોગી થયા છે. પોલાર્ડે હૈદરાબાદ વિરુદ્ધ ચાર છગ્ગા ફટકાર્યા હતા.

મુંબઈએ પોતાના મુખ્ય બોલરો જસપ્રીત બુમરાહ (23 વિકેટ) અને ટ્રેન્ટ બોલ્ટ (20 વિકેટ)ને સનરાઇઝર્સ વિરુદ્ધ વિશ્રામ આપ્યો હતો. આ બંન્નેએ શરૂઆત અને ડેથ ઓવરોમાં ઘાતક બોલિંગ કરી છે. રાહુલ ચાહર અને ક્રુણાલે દિલ્હી વિરુદ્ધ મેદાનમાં ઉતરતા પહેલા હૈદરાબાદ સામે ખરાબ બોલિંગને ભૂલવી પડશે.

બીજીતરફ રહાણેનું ફોર્મમાં પરત ફરવુ દિલ્હી માટે સારો સંકેત છે. તેણે આરસીબી વિરુદ્ધ 60 રનની ઈનિંગ રમી હતી. શિખર દવન (525) શાનદાર ફોર્મમાં છે પરંતુ તેને અન્ય બેટ્સમેનોના સાથની જરૂર છે. દિલ્હીની મોટી ચિંતા પૃથ્વી શો અને રિષભ પંતનું ફોર્મ છે જે અત્યાર સુધી આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી. તેના વિદેશી ખેલાડીઓ શિમરોન હેટમાયર અને માર્કસ સ્ટોયનિસે પણ મહત્વપૂર્ણ મેચમાં ફોર્મ દેખાડવુ પડશે. કેપ્ટન શ્રેયસ અય્યર (421)એ લાંબી ઈનિંગ રમવી પડશે