/
IPL-2021: મુંબઈએ કોલકાત્તા પાસેથી જીતનો કોળિયો છીનવ્યો,10રનથી હરાવ્યું

ચેન્નાઇ

મુંબઇ ઇન્ડિયને આઈપીએલમાં શાનદાર વાપસી કરી છે. ટીમે મંગળવારે પોતાની બીજી મેચમાં રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સને ૧૦ રને હરાવી હતી. પાછલી સીઝનની બંને મેચોમાં મુંબઇએ કેકેઆરને હરાવ્યું હતું. સીઝનની પહેલી મેચમાં મુંબઈ આરસીબી સામે ૨ વિકેટથી હારી ગયું હતું. પહેલી રમતમાં મુંબઈએ ૧૫૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કેકેઆરની ટીમ માત્ર ૧૪૨ રન જ બનાવી શકી. કેકેઆરને છેલ્લા ૩૦ બોલમાં ૩૧ રન કરવાની જરૂર હતી. છતા પણ કેકેઆરની ટીમ મેચ જીતી શકી નહીં.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેકેઆરની ટીમના નીતીશ રાણાઓ (૫૭) અને શુબમન ગિલ (૩૩) રન કરીને સારી શરૂઆત મળેવી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૮.૫ ઓવરમાં ૭૨ રનની ભાગીદારી કરી હતી. જો કે આ પછી રાહુલ ત્રિપાઠી (૫) અને કેપ્ટન મોર્ગન (૭) કરી આઉટ થયા અને મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. આ દરમિયાન નીતીશ પણ આઉટ થયો હતો. ચારેય વિકેટ લેગ સ્પિનર રાહુલ ચહરને મળી હતી. નીતિશે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. સાકિબને (૯) રને ક્રુનાલે આઉટ કર્યો. આ પછી, મેચ બરાબર આવી. ક્રુનાલે પોતાના બોલથી રસેલનો કેચ શૂન્ય પર છોડી દીધો. બુમરાહ ૧૯મી ઓવરમાં માત્ર ૪ રન આવ્યા હતા. છેલ્લી ઓવરમાં ૧૫ રન બનાવવાના હતા. પરંતુ બોલ્ટે ફક્ત ૪ રન આપ્યા હતા અને ૨ વિકેટ લીધી હતી. કેકેઆરની ટીમ ૭ વિકેટ પર ૧૪૨ રન જ બનાવી શકી.

ઓપનર તરીકે નીતીશ રાણાનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. આ તેની ૭ મી ઇનિંગ્સ છે. તેણે ૫ ઇનિંગ્સમાં ૫૦ થી વધુ રન કર્યા છે. તેણે હૈદરાબાદ સામે ૮૦ રનની ઇનિંગ રમી હતી. ખેલાડીઓની વાત કરીએ તો નીતિશ રાણા સૌથી વધુ રન બનાવનાર છે. તેણે ૧૫૦૦થી વધુ રન બનાવ્યા છે. આ પહેલા કેકેઆરના કેપ્ટન ઈઓન મોર્ગને ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ટીમે સ્પિન બોલરો સાથે ઇનિંગ્સની પ્રથમ ૫ ઓવર એટલે કે પાવર પ્લેની ૫ ઓવર કરી હતી. બીજી ઓવરમાં લેગ સ્પિનરવરૂણ ચક્રવર્તી વિકેટકીપર બેટ્‌સમેન ક્વિન્ટન ડી કોક (૨) મોટી સફળતા અપાવી. ટીમ પ્રથમ ૬ ઓવરમાં ફક્ત ૪૨ રન જ બનાવી શકી. રોહિત શર્મા (૪૩) અને સૂર્યકુમાર યાદવ (૫૬) બીજી વિકેટ માટે ૭૬ રન ઉમેરીને ઇનિંગ્સને સંભાળી હતી.

એક સમયે મુંબઈનો સ્કોર ત્રણ વિકેટે ૧૧૫ હતો. આ પછી, ટીમે આગામી ૧૧ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત, હાર્દિક પંડ્યા, પોલાર્ડ અને માર્કો જેન્સન જલ્દી જ આઉટ થઈ ગયા હતા. આ પછી, એવું લાગ્યું કે ટૂંક સમયમાં જ ટીમ ઓલ આઉઠ થઈ જશે. પરંતુ ક્રુનાલ પંડ્યાએ ૧૫ રન બનાવી સ્કોર ૧૫૦ કરતા આગળ વધાર્યો. મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ ૨૦ ઓવરમાં ૧૫૨ રનમાં આઉટ થઈ ગઈ હતી. આંદ્રે રસેલે ૨ ઓવરમાં ૧૫ રનમાં ૫ વિકેટ લીધી હતી. રસેલ, ૩૫૦મી ટી -૨૦ મેચમાં રમી રહ્યો હતો, તેણે તેની કારકિર્દીમાં પ્રથમ વખત ૫ વિકેટ લીધી હતી. તેણે ૧૮મી અને ૨૦મી ઓવર જોરદાર કરી હતી. રસેલ ઉપરાંત પેટ કમિન્સે પણ બે વિકેટ ઝડપી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution