ન્યૂ દિલ્હી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) બીજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) સીઝન દરમિયાન દરેક મેચ જીત માટે ૧૨ પોઇન્ટ આપશે. ડબ્લ્યુટીસીનો બીજો રાઉન્ડ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝથી શરૂ થશે. ટાઇની સ્થિતિમાં બંને ટીમોને છ પોઇન્ટ મળશે જ્યારે ડ્રોના કિસ્સામાં ચાર પોઇન્ટ મળશે. આઇસીસીના વચગાળાના સીઈઓ જ્યોફ એલ્લારડિસે આ મહિને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે પોઇન્ટ્‌સ સિસ્ટમ બદલવામાં આવશે.

આઈસીસી બોર્ડના સભ્યએ કહ્યું અગાઉ દરેક શ્રેણીમાં ૧૨૦ પોઇન્ટ જેટલા પોઇન્ટ હતા પછી ભલે તે બે ટેસ્ટ મેચની શ્રેણી હોય કે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી હોય. આગલા રાઉન્ડની દરેક મેચમાં સમાન પોઈન્ટ હશે. મહત્તમ ૧૨ મેચ દીઠ.

તેમણે કહ્યું મેચ રમીને જે અંક મેળવ્યા છે તે પોઇન્ટના ટકાવારીના આધારે નક્કી કરવામાં આવશે." આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીની બેઠકમાં આગામી સપ્તાહમાં પોઇન્ટ સિસ્ટમમાં ફેરફારને મંજૂરી આપવામાં આવશે. જૂન ૨૦૨૩ માં પૂરા થતાં બીજા રાઉન્ડમાં ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી ઉપરાંત આ વર્ષની એશિઝ શ્રેણી ફક્ત પાંચ મેચની શ્રેણી હશે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ આગામી સીઝનમાં એક માત્ર ચાર ટેસ્ટની શ્રેણી હશે. નવ ટીમોમાંથી પ્રત્યેક ટીમ કુલ છ સિરીઝ રમશે, જેમાં ત્રણ ઘરેલુ અને ત્રણ વિરોધીના મેદાન પર હશે જેમણે તે ગયા સીઝનમાં હતી.