જયપુર

શાર્દુલ ઠાકુર (૯૨), સૂર્યકુમાર યાદવ (૯૧) અને આદિત્ય તારે (૮૩) ની શાનદાર ઇનિંગ્સે સવાઈ માનસીંગ સ્ટેડિયમ ખાતે રમાયેલી વિજય હઝારે ટ્રોફીની એલીટ ગ્રુપ-ડી મેચમાં મુંબઇએ હિમાચલ પ્રદેશને ૨૦૦ રને હરાવ્યું હતુ. ટોસ જીતીને મુંબઇએ પ્રથમ બેટિંગ કરી હતી. શાર્દુલની ૫૭ બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૯૨, સૂર્યકુમાર યાદવે ૭૫ બોલમાં ૧૫ ચોગ્ગા સાથે ૯૧ અને તારેના ૯૮ બોલમાં ૬ ચોગ્ગા એક છગ્ગા સાથે ૮૩ રનની ઇંનિંગ ની મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૨૧ બનાવ્યા હતા.

લક્ષ્યનો પીછો કરતાં હિમાચલ પ્રદેશની ઇનિંગ ૨૪.૧ ઓવરમાં ૧૨૧ રનમાંપુરી ટીમ આઉટ થઇ ગઈ હતી. હિમાચલ પ્રદેશ માટે મયંક ડાગરે ૨૦ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી સૌથી વધુ અણનમ ૩૮ રન બનાવ્યા.

મુંબઇ તરફથી પ્રશાંત સોલંકીએ ચાર વિકેટ, શમ્સ મુલાનીએ ત્રણ વિકેટ, ધવલ કુલકર્ણીએ બે વિકેટ અને મોહિત અવસ્થીએ એક વિકેટ લીધી હતી. હિમાચલ પ્રદેશ તરફથી કેપ્ટન રિષી ધવને ચાર, પંકજ જયસ્વાલે ત્રણ વિકેટ, વૈભવ અરોરાએ એક વિકેટ અને મયંકે એક વિકેટ લીધી હતી.

મુંબઈની આ સતત પાંચમી જીત છે અને તે ૨૦ પોઇન્ટ સાથે ગ્રુપ ડીમાં ટોચ પર છે.