મેલબોર્ન

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગના ઘરને ચોરોએ નિશાન બનાવ્યું છે. શુક્રવારે ચોરો તેમના ઘરે ઘૂસી ગયા હતા અને તેમની કાર ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ કાર ડ્રાઇવ વેમાં ઉભી હતી.

ત્યારબાદ પોલીસે ગુનો નોંધી કારની શોધખોળ શરૂ કરી છે. પોલીસ કાર્યવાહી બાદ કાર મેલબોર્નના કેમ્બરવેલ વિસ્તારમાંથી મળી આવી હતી. આ કાર પહેલાં શહેરમાં જોખમી રીતે વાહન ચલાવતા જોવા મળી હતી.

7 ન્યૂઝના રિપોર્ટ અનુસાર પોલીસ હજુ પણ ગુનેગારોની શોધ કરી રહી છે.

પૂર્વ ભારતીય કેપ્ટન અને તેની પત્ની અને ત્રણેય બાળકો તેમના મેલબોર્ન ઘરે હતા ત્યારે ચોર તેમની સંપત્તિમાં ઘૂસી ગયા હતા અને કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ કાર ડ્રાઇવ વે પર ઉભી હતી.

આ પછી, પોલીસે આગામી 24 કલાકમાં ભારે ચપળતા બતાવી. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને એરવિંગે ટ્રેકિંગ દ્વારા કારને ટ્રેક કરવાનું શરૂ કર્યું. અને ટૂંક સમયમાં જ કાર ફરીથી મળી આવી.