/
વેસ્ટ ઈન્ડિઝે ટી૨૦ શ્રેણીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩૭ રને હરાવ્યું

નવીદિલ્હી,તા૧૪

વેસ્ટ ઈન્ડિઝે ટી૨૦ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩૭ રને હરાવ્યું. આ હાર છતાં ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી.મંગળવારે પર્થમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને ૨૨૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૮૩ રન જ બનાવી શકી હતી.વેસ્ટ ઈન્ડિઝ તરફથી આન્દ્રે રસેલ અને શેરફેન રધરફોર્ડે અડધી સદી ફટકારી હતી. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૬૭ બોલમાં ૧૩૯ રનની ભાગીદારી થઈ હતી. ટી-૨૦ ઈતિહાસમાં છઠ્ઠી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉનો રેકોર્ડ પોલાર્ડ અને ફેબિયન એલન (૮૪ રન)ની ભાગીદારીના નામે હતો.રસેલે સૌથી વધુ ૭૧ રન બનાવ્યા. મહેમાન વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૨૦ રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રસેલે સૌથી વધુ ૭૧ રન બનાવ્યા હતા. તેણે ૨૯ બોલની ઈનિંગમાં ૪ ફોર અને ૭ સિક્સર ફટકારી હતી. શેરફેન રધરફોર્ડે ૪૦ બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૬૭ રનની ઇનિંગ રમી હતી.યજમાન ઓસ્ટ્રેલિયા તરફથી બાર્ટલેટ ઉપરાંત જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જાેન્સન, એરોન હાર્ડી અને એડમ ઝમ્પાને એક-એક વિકેટ મળી હતી.આન્દ્રે રસેલને એક-એક વિકેટ મળી હતી. તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. ડેવિડ વોર્નરની ફિફ્ટીઓસ્ટ્રેલિયા તરફથી ૨૨૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ડેવિડ વોર્નરે અડધી સદી ફટકારી હતી. વોર્નરે ત્રણ મેચની શ્રેણીમાં કુલ ૧૭૩ રન બનાવ્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ૪૯ બોલમાં ૮૧ રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય ટિમ ડેવિડે ૧૯ બોલમાં ૪૧ રન બનાવ્યા હતા.વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડ અને રોસ્ટન ચેઝે ૨-૨ વિકેટ લીધી હતી. અકીલ હુસૈનને એક વિકેટ મળી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution