વર્લ્ડ ક્રિકેટમાં ભલે ઘણા દિગ્ગજ અથવા પંડિત વિરાટ કોહલી તેમજ સ્ટીવ સ્મિથમાં કયો બેટ્સમેન શ્રેષ્ઠ છે, તેની ચર્ચામાં લાગેલા રહેતા હોય પરંતુ જ્યારે પણ મેદાનમાં આ બંને ખેલાડી એકબીજાની સામે હોય છે, તો એકબીજાનું ખૂબ જ સન્માન કરે છે. જેમ કે, ગત વર્ષે યોજાયેલા ICC વર્લ્ડ કપ 2019માં કોહલીએ સ્મિથના સન્માનમાં ફેન્સને તેને ન ચીડવવાની અપીલ કરી હતી. ત્યારબાદ હવે સ્મિથે પણ કોહલીના વખાણ કરતા તેને વનડે ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રહી ચુકેલા સ્મિથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સના ઘણા સવાલોના જવાબ આપ્યા. એવામાં એક ફેને જ્યારે તેને વનડે ક્રિકેટના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન વિશે પૂછ્યું તો સ્મિથે કોઈપણ જાતના ખચકાટ વિના તરત જ વિરાટ કોહલીનું નામ લીધું.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી હાલ વનડે ક્રિકેટ રમનારા બેટ્સમેનોમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. તેના નામે અત્યારસુધીમાં વનડે ક્રિકેટમાં 59.34ની સરેરાશથી 11867 રન છે, જ્યારે તેના નામે 43 વનડે સેન્ચ્યૂરી પણ થઈ ચુકી છે. આ રીતે એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, કોહલી સચિનના 100 સદીના રેકોર્ડને પણ તોડી શકે છે. જ્યારે વનડે ક્રિકેટમાં તે સૌથી વધુ સદી મારવાના મામલામાં સચિન કરતા માત્ર 7 સદી જ દૂર છે. સચિનના નામે વનડેમાં 49 સદી છે.
દરમિયાન એક ફેને જ્યારે વિરાટ કોહલીની સાથે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમનારા એબી ડિવિલિયર્સને એક શબ્દમાં વ્યક્ત કરવાની ચેલેન્જ આપી તો સ્મિથે કહ્યું, ધૂની. જ્યારે આ કડીમાં IPLમાં સ્મિથની ટીમમાંથી રમનારા ઈંગ્લેન્ડના જોસ બટલર વિશે પૂછવામાં આવ્યું તો તેણે રસપ્રદરીતે જવાબ આપતા કહ્યું, ભયાનક ખેલાડી. આશા છે કે, તે આ અઠવાડિયે કોઈ રન નહીં બનાવશે (વનડે સીરિઝમાં) ત્યારબાદ તે IPLમાં જેટલા ઈચ્છે તેટલા રન બનાવી શકે છે.
જણાવી દઈએ કે, સ્મિથ હાલના સમયમાં ઈંગ્લેન્ડમાં વનડે સીરિઝ રમવા માટે ટીમની સાથે છે. જેની શરૂઆત 11 સપ્ટેમ્બરથી રમાનારી પહેલી વનડે મેચથી થશે. એવામાં સ્મિથ ઈચ્છે છે કે, બટલર તેમાં રન ના બનાવે. જોકે, આ વનડે સીરિઝ 16 સપ્ટેમ્બરે પૂર્ણ થતા જ તે તરત જ UAEમાં પોતાની ટીમ રાજસ્થાન રોયલ્સની સાથે જોડાવા માટે રવાના થઈ જશે.