ધર્મશાળા,તા.૫

ભારતનો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ઈંગ્લેન્ડનો બેટ્‌સમેન જાેની બેરસ્ટો ધર્મશાલા ટેસ્ટમાં મેદાનમાં ઉતરતાની સાથે જ સદી પૂરી કરશે. ક્રિકેટના મેદાન પર આ ચોથી વખત બનશે. આમ બે ખેલાડીઓ તેમની ૧૦૦મી ટેસ્ટ મેચ એકસાથે રમતા જાેવા મળશે. આવો પ્રથમ પ્રસંગ વર્ષ ૨૦૦૦માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મેચમાં આવ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ આથર્ટન અને એલેક સ્ટુઅર્ટે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ, શોન પોલોક અને ન્યુઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગે ૨૦૦૬માં સેન્ચુરિયન ખાતે દક્ષિણ આફ્રિકા વિ ન્યુઝીલેન્ડની મેચમાં પોતપોતાની ૧૦૦મી ટેસ્ટ મેચ રમી હતી. આ એકમાત્ર સમય છે જ્યારે એક જ મેચમાં ત્રણ ખેલાડીઓએ પોતાની ૧૦૦મી ટેસ્ટ રમી હતી. આ પછી એલિસ્ટર કૂક અને માઈકલ ક્લાર્કે ૨૦૧૩માં પર્થમાં ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા એશિઝ શ્રેણીમાં એકસાથે ૧૦૦ ટેસ્ટ મેચો પૂરી કરી હતી. અશ્વિન અને બેયરસ્ટો ગુરુવારથી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પોતપોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ બીજી વખત હશે જ્યારે હરીફ ટીમના બે ખેલાડીઓ એક જ મેચમાં તેમની ૧૦૦મી ટેસ્ટ રમશે.