/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

થોમસ બાક 2025 સુધી આઈઓસી પ્રમુખ તરીકે ફરીથી નિમાયા

જિનીવા 

થોમસ બાકને બુધવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) ના અધ્યક્ષ તરીકે ચાર વર્ષના કાર્યકાળ માટે ફરીથી ચૂંટવામાં આવ્યા છે અને આ વર્ષે યોજાનારી ટોક્યો ગેમ્સ પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.જર્મન વકીલ બિનહરીફ ચૂંટાયા અને ૯૩-૧થી જીત્યા. ચાર સભ્યોએ મતદાન કરવાનું ટાળ્યું હતું. આઇઓસી સભ્યોની ઓનલાઇન બેઠક દરમિયાન બાકે કહ્યું "આ વિશ્વાસમત અને ભરોસા માટે દિલથી આભાર માનું છું." બાકે કહ્યું કે ટોક્યો એ અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સ માટે શ્રેષ્ઠ રીતે તૈયાર શહેર છે. તેમણે ફરીથી પુનરોચ્ચાર કર્યો કે કોવિડ-૧૯ રોગચાળો દરમિયાન લાદવામાં આવેલા પ્રતિબંધ હોવા છતાં રમતો ૨૩ જુલાઇથી શરૂ થશે. કોવિડ-૧૯ ને કારણે ઓલિમ્પિક રમતોને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી અને હવે પણ તેના આયોજન અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution