/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પાકિસ્તાનના આ પૂર્વ ફાસ્ટ બોલરના નામે સ્ટેડિયમનું નામ રખાયું

ઇસ્લામાબાદ

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના સન્માનમાં એક સ્ટેડિયમનું નામ કરવામાં આવ્યું છે. રાવલપિંડીના કેઆરએલ સ્ટેડિયમને હવે શોએબ અખ્તર સ્ટેડિયમથી ઓળખવામાં આવશે. રાવલપિંડી એક્સપ્રેસ નામથી વિશ્વભરમાં જાણીતા આ ફાસ્ટ બોલરે સન્માન માટે બધાનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે, પોતાની ખુશી વ્યક્ત કરવા માટે તેની પાસે શબ્દ નથી. વિશ્વના સૌથી ફાસ્ટ બોલરે તસવીર શેર કરતા લખ્યુ- રાવલપિંડીના કેઆરએલ સ્ટેડિયમનું નામ બદલીને શોએબ અખ્તર સ્ટેડિયમ રાખવા પર વિનમ્ર અને સન્માનિત અનુભવી રહ્યો છું. આ સન્માનને વ્યક્ત કરવા માટે શબ્દ નથી. ખરેખર મારી પાસે પ્રેમ અને સન્માન જે મને આટલા વર્ષોમાં મળ્યું છે તે માટે બધાનો આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. તેમણે આગળ લખ્યુ- મેં હંમેશા પૂરી નિષ્ઠા અને લગનની સાથે પાકિસ્તાનની ઈમાનદારીથી સેવા કરી છે. હંમેશા આપણો ધ્વજ ઉપર રાખ્યો. આજે હું મારી પાછી પર અભિમાનની સાથે સ્ટાર પહેરુ છું. અખ્તરે સ્ટેડિયમના નામ કરણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution