અમદાવાદ-

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ એટલે કે ડે-નાઇટ ટેસ્ટ રમી રહી છે. ચાર ટેસ્ટની આ ત્રીજી ટેસ્ટ છે અને ભારત માટે મહત્વની છે. પરંતુ આ ટેસ્ટ ભારતીય સ્ટાર બૉલર ઇશાન્ત શર્મા માટે પણ મહત્વની અને ઐતિહાસિક છે. કેમકે આજની મેચથી ઇશાન્ત શર્મા ૧૦૦ ટેસ્ટ રમનાનો બીજાે ભારતીય બૉલર બની ગયો છે. આ સાથે ઇશાન્તે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ પહેલા ભારત તરફથી કપિલ દેવ આ પરાક્રમ કરી ચૂક્યો છે. તાજેતરમાં જ ઇશાન્ત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ વિકેટો પણ પુરી કરી છે. ૩૨ વર્ષીય ઇશાન્ત શર્માએ પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆ વર્ષ ૨૦૦૭માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં કરી હતી, ઇશાન્તે બાંગ્લાદેશ સામે પોતાનુ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ.