ચાર્લ્સટન

લોરેન ડેવિસે બીજી ક્રમાંકિત સોફિયા કેનિનને હરાવીને ચાર્લ્સટન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી. ડેવિસે બુધવારે વિશ્વની નંબર ચારની કેનિન સામે ૪-૬, ૬-૩, ૬-૪થી જીત મેળવી હતી. ટોચના ૫ ખેલાડીઓ સામે તેની કારકિર્દીની આ ત્રીજી જીત છે. મેચ બાદ ડેવિસે કહ્યું કે, હું સુપર ઉત્સાહિત છું. ૭૯ મી ક્રમાંકિત ડેવિસ હવે ચાર્લ્સટનના સર્વશ્રેષ્ઠ દેખાવથી એક જીતથી દૂર છે. ૨૦૧૫ ની શરૂઆતમાં તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી પરંતુ મેડિસન કીઝ સામે તે હારી ગઈ હતી. ડેવિસ હવે અંતિમ-૧૬ રાઉન્ડમાં બીજી અમેરિકન કોકો ગોફ સામે ટકરાશે.