ધોનીનો ખેડૂત તરીકે અવતાર : ઓર્ગેનિક ખેતી શરૂ કરી

રાંચી : કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની ગતિવિધિઓ પર હજુ પણ રોક છે. આ જ કારણે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક મહિનાથી સતત રાંચીમાં છે. ધોની ક્યારેક બાઈક ચલાવતો જાવા મળે છે તો ક્યારેક ક્રિકેટ રમતો જાવા મળે છે. આ બાજુ હવે ધોની એકદમ નવા અંદાજમાં જાવા મળી રહ્યો છે. ધોની રેલવેની નોકરી, ક્રિકેટર, સેનામાં આધિકારી બાદ હવે ખેડૂત બની ગયો છે. ધોનીએ ટ્રેક્ટર ખરીદ્યુ છે અને પોતાના ફાર્મ હાઉસ પર ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. આખો દિવસ તેણે પોતે ટ્રેક્ટર ચલાવ્યું. ત્યારબાદ બીજ પણ પોતે જ નાખ્યાં. ધોનીએ મહેન્દ્રા સ્વરાજ ૯૬૩ એફઈ ટ્રેક્ટર ખરીદ્યુ છે. ધોની હાલના દિવસોમાં ખેતીકામને ખુબ માણી રહ્યો છે. ધોનાના ફેન્સે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે ખેતી કરી રહ્યો છે. ધોની આ દરમિયાન એકદમ અલગ લૂકમાં જાવા મળે છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution