પેરિસ

ચેક રિપબ્લિકની અનસીડ બાર્બોરા ક્રેજિસ્કોવાએ બુધવારે ફ્રેન્ચ ઓપનમાં તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તેણે ૧૭ વર્ષીય કોકો ગૌફને ૭-૬(૮-૬), ૬-૩ થી હરાવી હતી. ૩૩ મી ક્રમાંકિત ક્રેજિસ્કોવાએ શરૂઆતના સેટમાં પાંચ સેટ પોઇન્ટ્‌સ બચાવ્યા હતા અને ૨૪ મી ક્રમાંકિત ગૌફને તેના છઠ્ઠા મેચ પોઇન્ટ પર હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. કેટરીના સિનીકોવા સાથે મહિલા ડબલ્સમાં છેલ્લા ચારમાં પણ પ્રવેશ કરી ચૂકેલી ક્રેજિકોવાએ સ્ટ્રાસબર્ગમાં તેના પ્રથમ સિંગલ્સ ટાઇટલ પર પેરિસ પહોંચ્યા પછી પ્રવાસ પર પોતાની સતત ૧૦ મી જીતનો દાવો કર્યો હતો.

ક્રિજેસિકોવાએ જણાવ્યું હતું કે હું અહીં છું અને હું સેમિફાઇનલમાં છું અને મેં ક્યારેય વિચાર્યું નથી કે હું એક દિવસ આ કોર્ટ પર ઉભી રહીશ ખાસ કરીને સિંગલ્સમાં. મારા માટે તે પહેલેથી જ કંઈક છે જેનું મેં કલ્પના પણ નથી કર્યું."