સિડની-

ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ રમવા માટે બ્રિસ્બેન પહોંચેલી ટીમ ઈન્ડિયા સાથે ભારે ધોખાબાજી થઈ છે. અહીં, જ્યાં ટીમને ઉતારો અપાયો છે એ હોટલમાં ટીમ ઈન્ડિયા સાથે ખૂબ જ અયોગ્ય અને ટીમની ગરીમાથી ઉતરતો વ્યવહાર કરવામાં આવ્યો છે.

રંગભેદની અને અભદ્ર ટીપ્પણીઓનો શિકાર થયા બાદ અહીં પહોંચેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને હોટલમાં મળતી બેઝિક સુવિધાઓ પણ અપાતી નથી. ત્યાં સુધી કે તેમને રૂમ સર્વિસ કે હાઉસકિપિંગ જેવી સુવિધાઓ પણ ઠીક મળી નથી. ખેલાડીઓને જે જીમ અપાયું છે, એ તદ્દન સાદું છે અને તે આંતરરાષ્ટ્રીય કક્ષાની શરતોને પુરી નથી કરતું. ખેલાડીઓને સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરવાની પણ ના પાડી દેવાઈ છે.