નવી દિલ્હી

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક વિકેટ પોતાના નામે મેળવનાર મહંમદ સિરાજના પ્રદર્શનની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે. બ્રિસબેનના ગાબા મેદાનમાં સિરાજ દ્રારા કરવામાં આવેલી શાનદાર બોલીંગ પણ જીત માટે મહત્વની હતી. તેની બોલીંગના દમ પર ગાબા મેદાનમાં ભારત ઓસ્ટ્રેલીયાને પ્રથમ વાર હાર આપી શકવામાં સફળ રહ્યુ હતુ. હેડ કોચ રવિ શાસ્ત્રીએ મહંમદ સિરાજને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાનની શોધ ગણાવ્યો છે. ઓસ્ટ્ર્રેલીયાનો સફળ પ્રવાસ પુર્ણ કર્યા બાદ ઘરે પરત ફરેલા મંહમદ સિરાજએ ખુદને જ BMW કાર ગીફ્ટ કરી છે.


સિરાજ એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો સ્ટોરી પોષ્ટ કરી છે જેમાં તે એક નવી બીએમબડબ્લુ કાર સાથે છે. જેમાં સિરાજ કારને અંદર અને બહાર થી બતાવતો નજરે ચઢી રહ્યો હતો. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન મળેલી ઐતિહાસિક જીત બાદ બીસીસીઆઇ ટીમને પાંચ કરોડ રુપિયાનુ બોનસ પણ જાહેર કર્યુ હતુ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર પહોચ્યા બાદ સિરાજના પિતાનુ નિધન થયુ હતુ. પરંતુ ઝડપી બોલર સિરાજ ભારત પરત ફરવાને બદલે ટીમની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. મેલબોર્નમાં રમવામાં આવેલી બીજી ટેસ્ટ મેચમાં સિરાજને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનુ ડેબ્યુ કર્યુ હતુ અને બહેતરીન બોલીંગ કરી હતી. 

ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરવાને લઇને સિરાજ ખૂબ ભાવુક પણ થઇ ગયો હતો. સિડની ટેસ્ટમાં નેશનલ એન્થમ દરમ્યાન સિરાજની આખોથી આંસુ પણ નિકળી પડ્યા હતા. હૈદરાબાદના આ બોલરના પિતાનુ સપનુ હતુ કે, તે ભારત માટે રમે. સિરાજે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન 13 વિકેટ ઝડપી હતી. જેમાં ગાબાના મેદાન પર બીજી ઇનીંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. બ્રિસબેનમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં સિરાજે ટીમ ઇન્ડીયાના તરફ થી પેસ એટેકની આગાવાની સંભાળતા લાજવાબ પ્રદર્શન કર્યુ હતુ.