હરારે,

કેપ્ટન તમિમ ઈકબાલની ૧૧૨ રનની ઇનિંગની મદદથી બાંગ્લાદેશને ઝિમ્બાબ્વેને મંગળવારે ત્રીજી વનડેમાં ત્રણ વિકેટથી હરાવીને ત્રણ મેચની સિરીઝ ૩-૦ થી હરાવી હતી. ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ ૪૯.૩ ઓવરમાં ૨૯૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશે બે ઓવર બાકી રહેતાં પાંચ વિકેટે ૩૦૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઓપનર તમિમે ૯૭ બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારતાં લિટન દાસ (૩૨) ની સાથે પ્રથમ વિકેટ માટે ૮૮ રન, સાકિબ અલ હસન (૩૦) ની બીજી વિકેટ માટે ૫૯ અને મોહમ્મદ મિથુન (૩૦) ની સાથે ત્રીજી વિકેટ માટે ૫૭ રનની ભાગીદારી નોંધાવી હતી. તમિમ ઈકબાલની વન ડે ક્રિકેટમાં આ તેની ૧૪ મી સદી છે.

આ અગાઉ ઝિમ્બાબ્વેએ રેજીસ ચકબવા (૮૪), સિકંદર રઝા (૫૭) અને રાયન બુર્લે (૫૯) અર્ધસદી ની ઇનિંગથી ૨૯૮ રનનો પડકાર આપ્યો હતો. બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ સૈફુદ્દીન અને મુસ્તફિઝુર રહેમાને ૩ વિકેટ લીધી હતી. બંને દેશો વચ્ચે ૨૩ જુલાઇથી ત્રણ મેચની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાશે.