મુંબઇ,તા.૨૭

લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીની સર્જરી થઈ ગઈ છે. શમીની એડીનું ઓપરેશન સફળ રહ્યું છે. સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, તેને સાજા થવામાં સમય લાગશે. પોતાની ઈજા અંગે અપડેટ આપતા શમીએ કહ્યું કે તેની હીલનું ઓપરેશન સફળ રહ્યું છે.

સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. શમીએ લખ્યું- હું મારા પગ પર પાછો ઉભો થવા માટે ઉત્સુક છું. શમીએ કુલ ચાર ફોટા શેર કર્યા છે, જેમાં તે હોસ્પિટલમાં દાખલ જાેવા મળે છે. નોંધનીય છે કે, સર્જરીને કારણે તે આઇપીએલ ૨૦૨૪માંથી બહાર હતો, જેણે ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો આપ્યો હતો. શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પણ રમી શક્યો ન હતો, તે ભારત માટે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો.

શમીએ વર્લ્ડ કપની ૭ મેચમાં ૨૪ વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું, તે આ ટૂર્નામેન્ટમાં દર્દ હોવા છતાં રમ્યો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી. પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર તેની અસર થવા ન દીધી. હાલમાં જ શમીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં ૨૨૯ ટેસ્ટ, ૧૯૫ વનડે અને ૨૪ ટી-૨૦ વિકેટ લીધી છે.

શમીએ આઇપીએલ ૨૦૨૩માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

પીએમ મોદીએ ટિ્‌‌વટ કર્યું ઃ ‘તમે વિજ્ય મેળવશો’

  ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પગની ઘૂંટીની સર્જરી કરાવી છે. ખેલાડીએ પોતાના ટિ્‌‌વટર હેન્ડલ પર પોતાની તસવીર શેર કરીને આ જાણકારી આપી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ શમીની સર્જરી પર ટ્‌‌વીટ કર્યું છે. શમીની પોસ્ટને ટેગ કરીને પીએમ મોદીએ લખ્યું કે તમે આના પર કાબુ મેળવશો. આ સાથે પીએમએ શમીના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. શમીની સર્જરી પર પીએમ મોદીનું ટિ્‌‌વટ આવતાની સાથે જ વાયરલ થઈ ગયું છે. શમીના ચાહકો પીએમ મોદીના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે પીએમ મોદીએ શું કહ્યું. ઁસ્‌ મોદીએ આજે એટલે કે મંગળવારે શમી વિશે ટિ્‌‌વટ કર્યું છે. ઁસ્એ તેમના ટિ્‌‌વટમાં લખ્યું કે હું તમને ઝડપથી સ્વસ્થ અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું. મને ખાતરી છે કે તમે તે હિંમતથી આ ઈજાને પાર કરી શકશો. આ લખવાની સાથે પીએમે શમીને પણ ટેગ કર્યા છે. ચાહકો મોદીની આ પોસ્ટની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.