દુબઇ 

IPL 2020ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 132 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 19.4 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. કેન વિલિયમ્સને લીગમાં પોતાની 14મી ફિફટી ફટકારતા 44 બોલમાં અણનમ 50* રન કર્યા. આ મેચ જીતીને હૈદરાબાદે ક્વોલિફાયર-2માં ક્વોલિફાય કરી લીધું છે. તેઓ દિલ્હી કેપિટલ્સ સામે 8 નવેમ્બરે અબુ ધાબી ખાતે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે.

મનીષ પાંડે એડમ ઝામ્પાની બોલિંગમાં કીપર ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 24 રન કર્યા હતા. તે પછી પ્રિયમ ગર્ગ 7 રને ચહલની બોલિંગમાં ડીપ-કવર પર ઝામ્પાના હાથે કેચ આઉટ થયો હતો.

શ્રીવત્સ ગોસ્વામી શૂન્ય રને સિરાજની બોલિંગમાં કીપર ડિવિલિયર્સ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી ડેવિડ વોર્નર 17 રને સિરાજની બોલિંગમાં કીપર ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 7 વિકેટે 131 રન કર્યા છે.બેંગલોર માટે એબી ડિવિલિયર્સે સર્વાધિક 56 રન કર્યા હતા, જ્યારે આરોન ફિન્ચે 32 રનનું યોગદાન આપ્યું હતું. ચેલેન્જર્સના પાંચ બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા. હૈદરાબાદ માટે જેસન હોલ્ડરે 3, ટી. નટરાજને 2 અને શાહબાઝ નદીમે 1 વિકેટ લીધી.

એબી ડિવિલિયર્સે લીગમાં પોતાની 38મી ફિફટી ફટકારતા 43 બોલમાં 5 ફોરની મદદથી 56 રન કર્યા હતા. તે ટી. નટરાજને નાખેલા યોર્કરમાં બોલ્ડ થયો હતો. તે પહેલાં શિવમ દુબે જેસન હોલ્ડરની બોલિંગમાં મીડ-ઓફ પર ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 8 રન કર્યા હતા. તે પછી સુંદર 5 રને નટરાજનની બોલિંગમાં અબ્દુલ દ્વારા કેચ આઉટ થયો હતો.