મોન્ટે કાર્લો

નડાલ વર્ષોથી મોન્ટે કાર્લોનો બાદશાહ સાબિત થયો છે. નડાલે દિમિત્રોવને ૬-૧, ૬-૧ થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોચ્યો હતો. તેણે અગાઉની ૧૫ ટૂર્નામેન્ટ્‌સમાંથી ૧૧ માં જીત મેળવી હતી. કલે કોર્ટ પર નડાલના રેકોર્ડની કોઈ નજીક આવ્યું નથી, પરંતુ જોકોવિચ વર્ષોથી ટોચનો પરફોર્મર રહ્યો છે. જો કે બ્રિટનના ડેન ઇવાન્સ દ્વારા ગુરુવારે વિશ્વની પ્રથમ ક્રમાંકે આશ્ચર્યજનક રીતે ટૂર્નામેન્ટમાંથી પછાડી દીધો હતો. બ્રિટિશ નંબર ૧ એ જોકોવિચને સીધા સેટમાં હરાવીને તેની કારકિર્દી પરની સૌથી મોટી જીત નોંધાવી.

કલે કોર્ટમાં અગાઉ નડાલ સામે દિમિત્રોવનો ખરાબ રેકોર્ડ હતો. અને તે ચાલુ જ રહ્યું અને સાથે સાથે નડાલે ઝડપથી પ્રથમ સેટમાં ૪-૦ની સરસાઈ મેળવી હતી અનેતેણે પહેલો સેટ ૬-૧થી લીધો હતો. બીજો સેટ પણ આ જ રીતનું અનુસરણ કરતો હતો. નડાલ હવે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવશે જ્યાં તેનો સામનો આન્દ્રે રુબલેવ અથવા રોબર્ટો બૌટિસ્ટા અગુત સાથે થશે.