પેરિસ, 

સ્લોવેનીયાની અનસીડ ટેનિસ ખેલાડી તમરા ઝિદનેસેક મંગળવારે ફ્રેન્ચ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનની સ્મિત પૌલા બડોસાને હરાવીને કોઈ ગ્રાન્ડ સ્લેમના છેલ્લા ચારમાં પહોંચનારી તેના દેશની પ્રથમ મહિલા ખેલાડી બની છે. ઝિદનેસેક આ ફ્રેન્ચ ઓપન પહેલા કોઈ પણ ગ્રાન્ડ સ્લેમમાં બીજા રાઉન્ડમાં આગળ વધી ન હતી.

પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર-ફાઈનલમાં પહોંચેલા બે ખેલાડીઓની નજીકની મેચમાં વર્લ્‌ડ રેન્કિંગ ૮૫ મી ક્રમાંકિત ઝિદનેસેકે બેડોસાને ૭-૫, ૪-૬, ૮-૬થી હરાવી.

ફ્રેન્ચ ઓપન એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ છે જ્યાં કોઈ ટાઇ બ્રેકર નથી હોતો પણ જાે છેલ્લા સેટ પછી સ્કોર બરાબર હોય. ઝિદનેસેક પહેલો સેટ જીત્યો પરંતુ બેડોસાએ બીજાે સેટ જીત્યો અને સ્કોર બરાબરી કરી લીધો. જ્યારે ઝિડેનસેકે ત્રીજા અને નિર્ણાયક સેટમાં ૬-૫થી લીડ મેળવી લીધી ત્યારે બડોસાએ ગુસ્સાથી તેના રેકેટને જમીન પર લગાવી દીધું. તેણે પુનરાગમન કર્યું પણ ઝિદનેસેકે ત્રણ બ્રેક પોઇન્ટ બચાવીને ૭-૬થી લીડ મેળવી લીધી. પછીની રમતમાં, તેણે તેજસ્વી ફોરહેન્ડના બળ પર મેચ જીતી.

બીજી ક્વાર્ટરફાઇનલમાં પેવલ્યુચેન્કોવા એ રીબેરીકોવાને ૬-૭(૭-૨), ૬-૨, ૯-૭ થી હરાવી સેમિફાઇનલ માં પ્રવેશ કર્યો હતો. જુનિયર કક્ષાની ત્રણ વખતની રાષ્ટ્રીય સ્નોબોર્ડિંગ ચેમ્પિયન ઝિદનેસેક સેમીફાઈનલમાં એલેના એનાસ્તાસીયા પાવલ્યુચેન્કોવા મેચ સામે ટકરાશે. ૨૩ વર્ષીય ખેલાડીએ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં સાતમી ક્રમાંકિત બિઆન્કા એન્ડ્રિસકુને પરાજિત કરી હતી.