મુંબઈ -

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હાર આપી છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા મુંબઈને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 171 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18.3 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવી સરળતાથી ટાર્ગેટ હાંસિલ કર્યો હતો.

ઈંડિયન પ્રીમિયર લીગ 2021ના 24મા મુકાબલામાં મુંબઈ ઈંડિયંસનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થઈ રહ્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાય રહી છે. 172 રનના લક્ષ્‍યનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી છે અને ટીમે 3 વિકેટ ગુમાવીને 150ના નિકટ રન બનાવી લીધા છે. આ સમય ક્વિંટન ડિકૉક અને કીરોન પોલાર્ડની જોડી ક્રીઝ પર છે. છેલ્લી ઓવરમાં, કીરોન પોલાર્ડે તોફાની બેટિંગ કરીને મુંબઇ માટે માત્ર 8 દડામાં 16 રન બનાવ્યા. બોલિંગમાં ક્રિસ મૌરીસે રાજસ્થાન તરફથી બે વિકેટ ઝડપી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન જોસ બટલર 41 અને કેપ્ટન સંજુ સેમસન દ્વારા 41 રનની ઇનિંગ્સને આભારી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. મુંબઈની આ સિઝનની ત્રીજી જીત છે.