મેડ્રિડ : 

સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે ઘરેલુ લીગ લા લિગામાં એથ્લેટિક બિલ્બાઓને 3-1થી હરાવ્યું છે. ઘરેલુ એસ્ટેડિયો અલ્ફ્રેડો ડિ સ્ટીફાનો સ્ટેડિયમમાં રિયલ તરફથી ટોની ક્રૂઝ અને કરીમ બેનજેમાએ ગોલ કર્યા હતા. બિલ્બાઓ તરફથી એન્ડેર કેપાએ ગોલ કર્યો.

બિલ્બાઓના રોલ ગાર્સિયાને 13મી મિનિટે રેડ કાર્ડ બતાવાયું હતું. રિયલની આ તમામ ટૂર્નામેન્ટમાં સળંગ ચોથી જીત છે. ટીમ લા લીગામાં 26 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. ટોપ ટીમ રિયલ સોસાઈડાડ અને બીજા નંબરે રહેલી એટલેટિકો મેડ્રીડના પણ 26-26 પોઈન્ટ છે.

પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર સિટી અને વેસ્ટ બ્રોમની મેચ 1-1થી ડ્રો રહી. ઘરેલુ સ્ટેડિયમમાં માન્ચેસ્ટર સિટી તરફથી ઈલ્કે ગુંડોગને 30મી મિનિટે ગોલ કર્યો. સિટીના ડિયાસે 43મી મિનિટમાં ઓન ગોલ કર્યો. માન્ચેસ્ટર સિટી વિરુદ્ધ 608 મિનિટ પછી ગોલ થયો.