નવી દિલ્હી

ઉત્તર પ્રદેશએ ગુરુવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે અક્ષરદીપ નાથ ૭૧ રન અને યશ દયાલ (૩/૩૪)) ની શાનદાર બોલિંગ થી વિજય હજારે ટ્રોફીની સેમિફાઇનલમાં ગુરુવારે ગુજરાતને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો.

ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમ હેત પટેલે ૮૭ બોલમાં ૬૦ રનની મદદથી ૪૮.૧ ઓવરમાં ૧૮૪ રન બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરતા ઉત્તરપ્રદેશની ટીમે અક્ષદીપના ૧૦૪ બોલમાં આઠ ચોગ્ગાની મદદથી ૭૧ રનની ઇનિંગ્સને આભારી ૪૨.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૮ રન બનાવી મેચ જીતી લીધી હતી.

ગુજરાતની ઇનિંગ્સમાં હેત સિવાય પિયુષ ચાવલાએ ૩૨, ધ્રુવ રાવલે ૨૩, તેજસ પટેલને ૧૩, રિપ્પલ પટેલે ૧૧ અને રાહુલ વી શાહે ૧૦ રન બનાવ્યા હતા. ઉત્તર પ્રદેશ તરફથી યશ સિવાય આકીબ ખાને બે, શિવમ વર્માએ એક વિકેટ અને અક્ષદીપે એક વિકેટ લીધી હતી. ઉત્તર પ્રદેશની ઇનિંગ્સમાં કેપ્ટન કરણ શર્માએ ૩૮, માધવ કૌશિકે ૧૫, પ્રિયમ ગર્ગે ૧૫ અને સમર્થ સિંહે ૧૧ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઉપેન્દ્ર યાદવ ૩૧ અને સમીર ચૌધરી ૪ રને અણનમ રહ્યા હતા. ગુજરાત તરફથી ચિંતન ગાઝાએ બે, તેજસ પટેલે એક, પિયુષે એક અને કરણે એક વિકેટ લીધી હતી.