નવી દિલ્હી 

આજ દુનિયામાં ભારતીય ક્રિકેટ મોખરે છે.વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમના દરેક ખેલાડી અવ્વલ છે પરંતુ આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1936માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. આ ટીમમાં એકથી એક જાણીતા ખેલાડી હતા. જેવા કે લાલા અમરનાથ, કર્નલ સીકે નાયડુ, વિજય મર્ચન્ટ, સૈયદ મુશ્તાક અલી પણ આ પ્રવાસ નાખુશ ટીમ અને તેના કેપ્ટનના વ્યવહાર માટે યાદ કરવામાં આવે છે. આ પ્રવાસ બદનામ થવાની પાછળ એક વ્યક્તિનો હાથ હતો.

આ વ્યક્તિ ટીમના કેપ્ટન હતા. તેમનું નામ ગજપતિ રાજ વિજય આનંદ (મહારાજકુમાર ઓફ વિજયનગરમ). શોર્ટમાં વિજ્જીના નામથી જાણીતા હતા. ભારતના સૌથી ખરાબ કેપ્ટનના નામથી તે બદનામ છે. આજે તેમની 115મી જયંતી છે. તે 28 ડિસેમ્બરે 1905માં બનારસમાં જન્મયા હતા. વિજ્જીએ તેમના કરિયરમાં 3 ટેસ્ટ જ રમી અને ત્રણેમાં કેપ્ટન રહ્યા. આ ટેસ્ટ 1936ના ઈંગ્લેન્ડ પ્રવાસ પર જ રમાઈ.

તેમાં તે 9 નંબર પર બેટિંગ કરવા ઉતર્યા. 3 મેચમાં 33 રન બનાવ્યા. તેઓ કેપ્ટન બનવા માટે લાયક નહતા પણ રાજપરિવારથી આવવાને કારણે તેમને હોદ્દો મળ્યો પણ વિજ્જીની કેપ્ટનશીપે ભારતને બદનામ કર્યુ. તેમને ઈંગ્લેન્ડ પ્રવાસથી લાલા અમરનાથને અનુશાસન ના રાખવાના આરોપમાં ભારત પરત મોકલી દીધા. અમરનાથ દેશના અવ્વલ ક્રિકેટરોમાંથી એક હતા પણ તે પ્રવાસમાં એક પણ ટેસ્ટ ના રમી શક્યા.

વિજ્જી આટલે અટક્યા નહીં, તેમને મોટી બેશરમીથી બે ખેલાડીઓમાં દરાર પાડવા લાગ્યા. તેમને એક ટેસ્ટમાં વિજય મર્ચન્ટને રન આઉટ કરવા માટે સૈયદ મુશ્તાક અલીને સોનાની ઘડીયાળ આપવાની ઓફર આપી હતી પણ મુશ્તાક અલીએ આ વાત મેદાન પર જઈ વિજય મર્ચન્ટને કહી દીધી, પછી બંનેએ સદી ફટકારી પણ ત્યારબાદ આગળની મેચમાં બંનેની ઓપનિંગ જોડીને ખત્મ કરી દીધી. આ પ્રકાર તેમને એક વખત નાસ્તો કરતા કર્નલ સીકે નાયડુને અપમાનિત કર્યા.

ત્યારે વર્ષ 1937માં જ્યારે ટીમ ભારત આવી તો આ પ્રવાસની તપાસ કરવામાં આવી, જેમાં વિજ્જીની કેપ્ટનશીપને નિમ્ન સ્તરની બતાવવામાં આવી. કહેવામાં આવ્યું કે તેમને ફિલ્ડિંગ લગાવવાની સમજ નહતી. તેમને બોલિંગમાં ફેરફાર કરતા પણ આવડતું નહતું. ત્યારબાદ વિજ્જી પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી.