નવી દિલ્હી,

વિશ્વની પ્રથમ ક્રમાંકના શૂટર ઇલાવાનિલ વલારીવાનનો ટોક્યો ઓલિમ્પિક માટે ૧૫ ક્વોટા માટે રવિવારે પસંદ કરેલી ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં યુવા પ્રતિભાશાળી મનુ ભાકર ત્રણ કાર્યક્રમોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. ગયા મહિને દિલ્હી વર્લ્‌ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર ઓલિમ્પિક કોટા ધારક ચિંકી યાદવને ટીમમાં સ્થાન મળ્યું નથી. રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા ર્નિણય કરવામાં આવ્યો હતો કે મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલમાં ચિન્કી દ્વારા પ્રાપ્ત કરાયેલ ક્વોટા અંજુમ મૌદગિલને આપવામાં આવશે, જેનાથી તે મહિલાઓની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. આ ઇવેન્ટમાં ભૂતપૂર્વ વર્લ્‌ડ ચેમ્પિયન તેજસ્વિની સાવંત સાથે તે ભારતની બીજી ખેલાડી બનશે.

મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ રેન્કિંગમાં ટોચ પર ઇલાવેનિલ એકમાત્ર શૂટર છે, જેણે ક્વોટા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ હોવા છતાં ટીમમાં સ્થાન મેળવ્યું હતું, કારણ કે ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ચક્રમાં તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે.

ચાર વર્ષના ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ચક્રમાં ઇલેવેનિલના પ્રદર્શનને લીધે રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ) ને તેની જગ્યાએ ૧૦-મીટર એર રાઇફલમાં મોઉડગિલ મૂકવાની ફરજ પડી હતી. કોવિડ -૧૯ રોગચાળાને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એનઆરએઆઈ) એ ક્વોટાની દરેક કેટેગરીમાં બે અનામત ખેલાડીઓ મૂક્યા છે.

વ્યક્તિગત ઇવેન્ટ્‌સમાં પ્રતિભાશાળી મનુને બંને મહિલા એર પિસ્તોલ ઇવેન્ટ્‌સમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમને ૨૫ મીટર પિસ્તોલમાં અનુભવી રાહી સરનોબત સાથે જોડી બનાવવામાં આવી છે જ્યારે ૧૦ મી પિસ્તોલમાં યશસ્વિની સિંહ દેસવાલ સાથે જગ્યા મળી છે. આ ઉપરાંત ૧૯ વર્ષીય મનુ ૧૦ મી એર પિસ્તોલની મિશ્રિત સ્પર્ધામાં સૌરભ ચૌધરી સાથે ટીમ કરશે.

જાપાનની રાજધાનીમાં ૨૩ જુલાઇથી ૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા ૧૫ શૂટરના નામની જાહેરાત કરવા માટે એનઆરએઆઈની પસંદગી સમિતિની બેઠક અહીં મળી હતી. એનઆરએઆઈએ ચાર વર્ષના ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ચક્રમાં તેમના પ્રદર્શનના આધારે શૂટર્સની પસંદગી કરી. તેની શરૂઆત ૨૦૧૮ જકાર્તા એશિયન ગેમ્સથી થઈ ત્યારબાદ વર્લ્‌ડ ચેમ્પિયનશીપ્સ (૨૦૧૮ માં બંને), ૨૦૧૯ માં ચારેય વર્લ્‌ડ કપ અને એશિયન ચેમ્પિયનશીપના પ્રદર્શન અને આ વર્ષે શરૂ થયેલા પ્રથમ અને બીજા ચરણના પ્રદર્શનના આધારે પસંદગી કરાઈ છે.

એનઆરએઆઈની જણાવેલી નીતિ મુજબ જકાર્તા એશિયન ગેમ્સથી શરૂ થતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સરેરાશ પાંચ શ્રેષ્ઠ સ્કોર્સને અંતિમ ટીમની પસંદગી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. અંજુમ મૌદગિલ દીપક કુમાર સાથે ભારતની બીજી ટીમ તરીકે મિશ્ર એર રાઇફલ ટીમની સ્પર્ધામાં ભાગ લેશે. ઈલાવેનિલ અને દિવ્યાંશ સિંહ પનવારની જોડી આમાં પ્રથમ ટીમ હશે. આવી સ્થિતિમાં અપુરવી ચંદેલા ફક્ત મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલની વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લેશે. શૂટિંગમાં ક્વોટા દેશનો હોય છે અને ન કે પ્રાપ્ત કરનાર શૂટરનો.



ટોક્યો ઓલિમ્પિક્સ માટે શૂટિંગ ટીમ પસંદ કરાઈઃ



પુરૂષોની ૧૦ મીટર એર રાઇફલઃ દિવ્યાંશ સિંહ પનવર, દિપકકુમાર

અનામતઃ સંદીપ સિંહ, ૈજરશ્વર્યા પ્રતાપસિંહ તોમર


પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનઃ સંજીવ રાજપૂત, ૈજરશ્વર્યા પ્રતાપસિંહ તોમર

અનામતઃ સ્વપ્નીલ કુસલે, ચેન સિંહ


પુરુષોની ૧૦ મીટર એર પિસ્તોલઃ સૌરવ ચૌધરી, અભિષેક વર્મા

અનામતઃ શાહઝાર રિઝવી, ઓમ પ્રકાશ મિથરવાલ


મહિલાઓની ૧૦ મી રાઇફલઃ અપૂર્વી ચાંડેલા, ઇલેવેનિલ વલારીવાન

અનામત અંજુમ મૌદગિલ, શ્રેયા અગ્રવાલ


મહિલાઓની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનઃ અંજુમ મૌદગિલ, તેજસ્વિની સાવંત

અનામતઃ સુનિધિ ચૌહાણ, ગાયત્રી એન.


મહિલાઓની ૧૦ મી એર પિસ્તોલઃ મનુ ભાકર, યશસ્વિની સિંહ દેસવાલ

અનામતઃ પૂ.શ્રી નિવેદિતા, શ્વેતાસિંઘ


મહિલાઓની ૨૫ મી એર પિસ્તોલઃ રાહી સરનોબત, મનુ ભાકર

અનામતઃ ચિન્કી યાદવ, અભિદાન્યા પાટીલ

સ્કીટ મેનઃ અંગદવીરસિંહ બાજવા, મેરાજ અહેમદ ખાન

અનામતઃ ગુરજોતસિંહ ખાનગુરા, શીરાજ શેઠ


મિશ્રિત ટી ૧૦ મીટર એર રાઇફલઃ દિવ્યાંશ સિંહ પનવર, ઇલેવેનિલ વલારીવાન

અનામતઃ દિપકકુમાર, અંજુમ મૌદગિલ


મિશ્ર ટીમ ૧૦ મી પિસ્તોલઃ સૌરવ ચૌધરી, મનુ ભાકર

અનામતઃ અભિષેક વર્મા, યશસ્વિની સિંહ દેસવાલ