27, જાન્યુઆરી 2021
396 |
અમદાવાદ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૧ની ત્રીજી ક્વાર્ટરફાઇનલ મેચ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાય રહી છે.આ મેચ હરિયાણા અને વડોદરા વચ્ચે રમાય રહી છે.હરિયાણાએ વડોદરાને 149 રનનો લક્ષ્ય આપ્યો છે. તેને 20 ઓવરમાં 7 વિકેટ પર 148 રન બનાવ્યા છે.
હરિયાણા માટે મેચમાં સૌથી વધુ રન હિમાંશુ રાણાએ બનાવ્યા.તેને 40 બોલમાં 49 રનની ઇનિંગ રમી આ દરમ્યામ 7 ચોગ્ગા ફટકાર્યા,શિવમ ચૌહાણે 29 બોલમાં 35 રન કર્યા,તેને 3 ચોગ્યા અને 1 છગ્ગો ફટકાર્યો.આ બન્ને સિવાય અન્ય ખેલાડી વધારે રન બનાવી શક્યા ન હતા.ચૈતન્ય બિશ્નૌઇએ 21 અને રાહુલ તીવેટીયાએ 10 રનનું યોગદાન આપ્યું હતુ.
લીગ રાઉન્ડમાં હરિયાણાએ પાંચમાંથી પાંચ મેચ જીતી છે.તે એલીટ ગ્રુપ-ઇમાં 20 અંક સાથે ટોચ પર છે.બીજી બાજુ વડોદરાએ પણ લીગમાં તમામ મેચ જીતી છે. તે પણ 20 અંક સાથે એલીટ ગ્રુપ-સીમાં નંબર વન છે.