મેલબોર્ન

 જેસિકા પેગુલા અને જેનિફર બ્રેડીએ સોમવારે અહીં ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે ડેનિલ મેદવેદેવ પણ પુરુષ વર્ગમાં અંતિમ આઠમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો છે. અમેરિકાની 26 વર્ષીય પેગુલાએ પાંચમી ક્રમાંકિત યુક્રેનની ઇલિના સ્વીટલોનાને 6-4, 3-6, 6-3થી હરાવી. આ પ્રથમ વખત છે જ્યારે તેણે કોઈ પણ ખેલાડીને ટોપ ટેનમાં હરાવ્યો હોય. પેગુલા હવે દેશની બ્રેડીનો સામનો કરશે. પેન્સિલ્વેનીયાના 25 વર્ષીય બ્રેડીએ ક્રોએશિયાની ડોના વેચિચને 6-1, 7-5થી હરાવ્યો. પુરુષ વર્ગમાં ચોથા ક્રમાંકિત મેદવેદેવ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.