લાહોર

બાબર આઝમ પર આરોપ છે કે તેણે બે મહિલાઓને ધમકાવી, સતામણી અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. કાયદાકીય ઔપચારિકતાઓ બાદ ન્યાયાધીશ હમિદ હુસેને નિર્ધારિત સમયમાં ગુનેગારો સામે એફઆઈઆર નોંધાવવા સંદર્ભે આગળની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સ્પોર્ટ્‌સ શેલના અહેવાલ મુજબ પાકિસ્તાની મહિલા હમિજાએ અજાણ્યા કોલરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે એફઆઈએ પાસે ફરિયાદ નોંધાવી હતી. હમીજાએ દાવો કર્યો છે કે જ્યારે બાબર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ત્યારે કોલ કરનારાઓએ તેને ગંભીર પરિણામોની ચીમકી આપી હતી. હમીજાએ એફઆઈએને કોલ કરનારાઓને શોધી કાઢવા અને તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા વિનંતી કરી હતી.

એફઆઈએના રિપોર્ટ અનુસાર કોલ રેકોર્ડ્‌સમાં બાબર, મરિયમ અહમદ અને સલેમી બીબીના બે નંબર હોવાનું બહાર આવ્યું છે. સૂચના છતાં પણ ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યા બાદ પણ સલેમી કોર્ટમાં હાજર થયો ન હતો. તે જ સમયે મરિયમ હમિદાને ઓળખતી નથી અને કહે છે કે તેણે તેને કોઈ સંદેશ મોકલ્યો નથી. કોર્ટે બાબરને આ કેસમાં ૧૮ જાન્યુઆરીએ સમન્સ પાઠવ્યું હતું. જોકે તેનો ભાઈ ફૈઝલ આઝમ હાજર થયો હતો અને આ મામલાની તપાસ માટે થોડો સમય માંગ્યો હતો, પરંતુ તે હજી હાજર થયો નથી.