/
IPLની 14મી સીઝનમાં ટીમથી લઈને ખેલાડીઓના પરિવાર માટે 10 નવા નિયમો જારી

ન્યુ દિલ્હી

આઈપીએલની ૧૪મી સીઝન ૯ એપ્રિલે શરૂ થશે અને પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ભલે આ વખતે ભારતમાં લીગ થઈ રહી છે, પરંતુ કોરોનાને કારણે ઘણા બદલાવ પણ થયા છે. જેમ કે આ વખતે ફાઇનલ સહિતની તમામ ૬૦ મેચ ૬ શહેરોમાં રમાશે. જેમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઇ અને કોલકાતાનો સમાવેશ થાય છે. આ સતત બીજા વર્ષ એવુ બનશે કે જ્યારે કોરોના રોગચાળાના કારણે આઈપીએલ કોઈ પ્રેક્ષકો વગર રમશે.

૧). પરિવાર અને માલિકો બાયો બબલમાં રહેશેઃ-

ખેલાડીઓ અને તેમના પરિવારોની સાથે સાથે ટીમના માલિકો બહુ જરૂરી હશે તો જ બાયો-બબલમાંથી બહાર નિકળી શકશે. તેમણે બહાર નીકળવા માટે બીસીસીઆઈના ચીફ મેડિકલ ઓફિસરની ઓપચારિક પરવાનગી લેવી પડશે.

૨). ટીમ એરિયાને હોટલમાં સીલ કરવામાં આવશેઃ-

ખેલાડીઓની સલામતી માટે, બીસીસીઆઈએ કહ્યું કે, ટીમોએ તેમના સમગ્ર સ્ટાફ માટે આખી હોટલ બુક કરાવવી જોઈએ. જો આ શક્ય ન હોય તો, હોટલની સંપૂર્ણ વિંગ ટીમ માટે આરક્ષિત કરવી જોઈએ અને તે લોકો માટે બંધ કરી દેવામાં આવશે જે ટીમનો ભાગ નહી હોય. આ બહારના લોકો સાથે સંપર્કમાં આવવાની કોઈ પણ તકને અટકાવી દેશે.

૩). નજર રાખશે બબલ ઈંટીગ્રિટી મેનેજર્સઃ-

બાયો બબલનું કડક પણે પાલન કરાવવા માટે દરેક ટીમ માટે બબલ ઈંટીગ્રીટી મેનેજર્સની ચાર સભ્યોવાળી બનાવવામાં આવશે. તે એ નક્કી કરશે કે ખેલાડી અને સહયોગી સ્ટાફ કડકપણે નિયમોનું પાલન કરે. આ ગૃપની જવાબદારી હશે કે, તે કોઈ પણ પ્રોટોકોલના ઉલ્લંઘન મામલે અધિકારીઓને જાણ કરે.

૪). ખેલાડી પોતે ઉપાડે પોતાનો ખર્ચોઃ-

આઈપીએલ અધિકારીઓએ એ પણ ર્નિણય લીધો છે કે, તે ખેલાડી જે ઈંગ્લેન્ડ, યૂરોપ, દક્ષિણ આફ્રીકા,બ્રાઝિલ અને મધ્ય પૂર્વથી આવી રહ્યા છે, તેમને સાત દિવસ ક્વારન્ટાઈન રહેવુ પડશે. તેના માટે પોતે ખર્ચો ઉઠાવવો પડશે.

૫). બોલ તાત્કાલિક બદલવામાં આવશેઃ-

ક્રિકેટ મેચમાં યૂઝ થનાર બોલ જો કે કોરોનાની વાહક નથી પરતુ ખતરાથી બચવા માટે જો કોઈ બોલ સ્ટેન્ડ કે મેદાનની બહાર જાય છે તો તેને તુરંત બદલી નાખવામાં આવશે. જો કે તેને સેનિટાઈઝ કરી ફરી ઉપયોગમાં લઈ શકાશે.

૬). બબલ ટૂ બબલની સુવિધાઃ-

ખેલાડીઓ પર ક્વારન્ટાઈનનો ભાર હળવો કરવા માટે બીસીસીઆઈએ ભારત અને ઈંગ્લેન્ડ સિરીઝમાં ભાગ લઈ રહેલા તે ખેલાડીઓને સીધા આઈપીએલના બાયો બબલમાં આવવાની પરવાનગી આપી છે જે હાલમાં બાયો બબલમા છે.

૭). ચેન્નાઈમાં મળશે થશે વિશેષ પાસઃ-

ચેન્નાઈ પહોંચી રહેલા ખેલાડીઓને એક વિશેષ ઈ-પાસ લેવાનો રહેશે જે તમિલનાડુ સરકાર દ્વ્રારા બહાર પાડવામાં આવી રહ્યો છે. આ તમિલનાડુ રાજ્ય દ્વ્રારા લાગુ કરવામાં આવેલા વિશેષ નિયમ અનુસાર છે.

૮). બબલમાં પ્રવેશ કરવા માટે ટેસ્ટ જરૂરીઃ-

આઈપીએલના બાયો-બબલમાં પ્રવેશ કરતા પહેલા ત્રણ આરટીપીસીઆર ટેસ્ટ જરૂરી હશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પ્રવેશની પરવાનગી મળશે.

૯). હોટલમાં અલગ ચેકિંગ કાઉન્ટરઃ-

ખેલાડીઓને ખતરાથી દૂર રાખવા માટે તેમની પાસે હોટેલમાં અલગથી ચેક-ઈન કાઉન્ટર હશે. તેમા એ સુનિશ્ચિત હશે કે ખેલાડી રૂમથી મેદાન સુધી બહારના લોકોના સંપર્કમાં ન આવે.

૧૦). બીસીસીઆઈ અધિકારીઓ અને ખેલાડીઓની વચ્ચે કોઈ સંપર્ક નહીંઃ-

બીસીસીઆઈના ટોચના અધિકારી કોઈ પણ બાયો બબલમાં પ્રવેશ નહી કરે. બીસીસીઆઈના ટોચના અધિકારીઓ પણ કોઈ પણ ખેલાડીને નહીં મળે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution