દિલ્હી-

ભારતીય ક્રિકેટ ટીમ કોચ રવિ શાસ્ત્રીએ ટી-20 વર્લ્ડ કપ બાદ પોતાનું પદ છોડવાના મોટા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, "મારું માનવું છે કે, ત્યાં વધારે રોકાવું ન જોઇએ જ્યાં તમારું સ્વાગત ના થાય." આ પહેલા સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી બીસીસીઆઇ અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને ટી-20 વર્લ્ડ કપ પછી રવિ શાસ્ત્રીના કાર્યકાળ પુરા થયા પછી મુખ્ય કોચ પદ માટે આવેદન કરવાનું કહી શકે છે. કુંબલે 2016-17 વચ્ચે એક વર્ષ માટે ભારતીય ટીમના કોચ હતા. એ સમયે સચિન તેંડુંલકર, લક્ષ્મણ અને ગાંગુલીની અધ્યક્ષતા વાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ તેમને શાસ્ત્રીની જગ્યા નિયુક્ત કરી હતી. જો કે, કેપ્ટન વિરાટ કોહલી સાથે થોડા મતભેદના કારણે કુંબલેએ ચેમ્પિયન ટ્રોફીના ફાઇનલમાં પાકિસ્તાનથી હાર્યા બાદ પોતાનું રાજીનામું આપ્યું હતું.