26, ડિસેમ્બર 2020
મેલબોર્ન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ભારતીય ટીમે ખાતુ ખોલાવ્યા વિના જ એક વિકેટ ગુમાવી છે. હાલ, શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે.
ટી-ટાઈમ વચ્ચે પૂર્વ ઓસ્ટ્રેલિયન પ્લેયર ડીન જોન્સને શ્રદ્ધાંજલિ અપાઈ. લિજેન્ડનું બેટ, કેપ અને ચશ્મા સ્ટમ્પ્સની પાસે રખાયા. આ સાથે જ કેટલાક પ્રશંસકો પણ ડીન જોન્સને શ્રદ્ધાંજલિ આપવા માટે બેનર લઈને પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયન સરકારે આ મેચ માટે 30 હજાર પ્રશંસકોને સ્ટેડિયમમાં આવવાની અનુમતિ આપી છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં ડીન જોન્સનું મુંબઈની એક હોટેલમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. 59 વર્ષના જોન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ક્રિકેટ કોમેન્ટ્રી પેનલમાં હતા.
