વિશ્વની સૌથી મોટી બાસ્કેટબોલ લીગ એનબીએ કમબેક માટે તૈયાર છે. આયોજકોએ કોવિડ-19ના કારણે સંપૂર્ણ સુરક્ષા સાથે અમેરિકાના નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ)ને શરૂ કરવાની યોજના બનાવી લીધી છે. 22 દિગ્ગજ ટીમો વચ્ચે રમાનાર આ લીગ 31 જુલાઈથી શરૂ થશે અને 12 ઓક્ટોબર અગાઉ તેની ફાઈનલ મેચનું આયોજન કરાશે.

એનબીએના 74 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર મેચો ફેન્સ વગર રમાશે. પ્રથમવાર એવું બનશે જ્યારે મેચો માત્ર એક જ સ્થળે રમાશે. હોમ કે અવે મેચ નહીં રમાય. ફ્લોરિડા (ઑરલેન્ડો)ના વૉલ્ટ ડિઝની વર્લ્ડ રિસોર્ટની પસંદગી કરાઈ છે. બધી ટીમો અહીં પ્રેક્ટિસ કરશે અને મેચો પણ રમશે, તેઓ સંપૂર્ણ સિઝન અહીં રોકાશે. અત્યારસુધી તમામ ટીમે 65-66 મેચો રમી છે અને 72-73 મેચ બાકી છે. અમુક ટીમને 8 અને અમુકને 10 મેચ રમવાની છે.

ખેલાડીઓને ઑરલેન્ડોના ડિઝની વર્લ્ડમાં પહોંચવા પર સેલ્ફ આઈસોલેશનમાં રહેવું પડશે. ખેલાડી 48 કલાક સેલ્ફ આઈસોલેશનમાં રહેશે. જ્યાંસુધી તેમના 2 કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ નથી આવતા, ત્યાંસુધી તેમને રમવાની મંજૂરી નહીં મળે. ખેલાડી અને સ્ટાફને એકબીજાના રુમમાં જવા મંજૂરી નહીં મળે. ખેલાડીઓ 3 હોટલમાં રોકાશે, જે તેમની માટે બુક કરવામાં આવી છે. દરેક ટીમના શેફ, ખેલાડીઓ ગમે ત્યારે ભોજન કરી શકશે