મુંબઈ:  

મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે આસામમાં એક ધર્માર્થ હોસ્પિટલને મેડિકલ ઉપકરણ દાન આપ્યા, જેનાથી વંચિત પરિવારોના 2 હજારથી વધુ બાળકોને ફાયદો મળશે. 'યુનિસેફની સદ્ભાવના દૂત' તેંદુલકરે આસામના કરીમગંજ જિલ્લામાં આવેલા માકુંડા હોસ્પિટલમાં પીડિયાટ્રિક ઈન્સેટિવ કેર યુનિટ (PICU) અને નીયોનેટલ ઈન્સેટિવ કેર યુનિટ (NICU)ને જરૂરી ઉપકરણો દાનમાં આપ્યા.

તેંદુલકરની સંસ્થાએ મધ્ય પ્રદેશમાં આદિવાસી સમાજમાં પોષણ અને સારવાર પૂરી પાડવામાં પણ મદદ કરી છે. માકુંડા હોસ્પિટલના ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ સર્જન ડો. વિજય ઈસ્માઈલે આ મદદ માટે તેંદુલકરનો આભાર માન્યો અને કહ્યું કે, 'સચિન તેંદુલકરની મદદની સાથે એકમ સંસ્થાના સહયોગથી લગભગ લોકોને ઓછા ખર્ચમાં અમે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં મદદ મળશે.' 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સચિને કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન સરકારને મદદ કરવા ઉપરાંત 4,000 ગરીબ લોકોની આર્થિક મદદ કરી હતી તેંદુલકરે આ દાન મુંબઈની બિન સરકારી સંગઠન 'હાઈ5'ને આપ્યું હતું. 

તેંદુલકર આ પહેલા વડાપ્રધાન રાહત ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25-25 લાખ દાન પણ આપ્યું હતું. તેમણે મુંબઈના 5 હજાર પરિવારોને એક મહિના સુધી ખાવાનું પુરું પાડ્યું હતું.