સિડની-
ઓસ્ટ્રેલિયાએ રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી વન-ડેમાં ભારતને 51 રનથી પરાજય આપ્યો છે અને આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની વન-ડે સીરિઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે અને ભારતીય ટીમ વન-ડે સીરિઝથી પણ હારી ગઈ છે. સ્ટીવ સ્મિથને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ પસંદ કરી નિર્ધારિત 50 ઓવરમાં ચાર વિકેટના નુંકસાન પર 289 રન બનાવ્યા, 390 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુંકસાન પર 338 રન જ બનાવી શકી. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 87 બોલમાં 89 રન બનાવ્યા. આ સિવાય લોકેશ રાહુલે 4 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા પરંતુ તેઓ ભારતને જીતાડી શક્યા નહી.
ઓસ્ટ્રેલિયા તરફથી પેંટ કમિંસે 3, એડમ જમ્પા અને જોશ હેજલવુડે 2-2 વિકેટ ઝડપી જ્યારે હેનરિક્સ અને મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી. વોર્નરે 77 બોલમાં 83 રન બનાવ્યા. કિંચે 60 રન બનાવ્યા. સ્ટિવ સ્મિથે સીરિઝમાં સતત બીજી સદી ફટકારીતા 64 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા. આ સિવાય મોર્નસ લાબુશૈને 61 બોલમાં 70 રન, ગ્લેન મેક્સવેલે 29 બોલમાં અણનમ 63 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments