મુંબઇ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત ફરી રહ્યો છે. તમે વધુ ઉત્સાહિત થતા પહેલા સ્પષ્ટ કરું કે તેઓ ટીમ ઈન્ડિયામાં નથી આવી રહ્યા. સચિન તેંડુલકર તેના સમયના દિગ્ગજો સાથે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-૨૦ માં રમશે. તેમના સિવાય વિરેન્દ્ર સેહવાગ, બ્રાયન લારા અને મુથિયા મુરલીધરન જેવા દિગ્ગજ ક્રિકેટરો પણ રમશે. આ શ્રેણી આવતા મહિને ૨ થી ૨૧ માર્ચ સુધી રાયપુરમાં રમવામાં આવશે. આ ટી-૨૦ શ્રેણી હશે. વર્ષ ૨૦૨૦ માં પણ આવું બન્યું હતું. પરંતુ તે પછી ચાર મેચ બાદ તેને કોવિડ-૧૯ રોગચાળાને કારણે ૧૧ માર્ચ ૨૦૨૦ ના રોજ સ્થગિત કરી દેવામાં આવી હતી.

હવે તેના આયોજકોએ મંગળવારે જાહેરાત કરી હતી કે બાકીની તમામ મેચ રાયપુરના ૬૫,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળા નવા બનેલા શહીદ વીર નારાયણ સિંઘ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આયોજકોએ જણાવ્યું હતું કે, વાર્ષિક ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરન ઉપરાંત પાંચ દેશોના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર ફરી મેદાન માં ઉતારશે. તેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને યજમાન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ભાગ લેશે. દેશમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્રિકેટ એ દેશની સૌથી લોકપ્રિય રમત છે અને ક્રિકેટરો અહીં આદર્શ હીરો તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં આ લીગનો ઉદ્દેશ શેરીઓમાં લોકોના વર્તન પ્રત્યેની માનસિકતામાં પરિવર્તન લાવવાનો છે.