કેગલિયારી

ભારતનો સુમિત નાગલ મંગળવારે અહીં ત્રણ સેટની કાંટાના મુકાબલામાં સ્લોવાકિયાના જોઝેફ કોવાલિક સામે હાર્યા બાદ એટીપી ૨૫૦ સરડેગાના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાંથી બહાર થયો હતો. વિશ્વમાં ૧૩૬ નાગલ અને ૧૨૪ માં કોવલિક બંને ક્વોલિફાઇંગ રાઉન્ડ દ્વારા મુખ્ય ડ્રોમાં પહોંચ્યા હતા. સ્લોવાકિયાના ખેલાડીએ આ મેચ બે કલાક અને ૧૩ મિનિટમાં ૩-૬, ૬-૧,૬-૩ થી જીતી હતી.

નાગલે અગાઉ ક્વોલિફાઇંગ રાઉન્ડની તેની બંને મેચ સીધા સેટમાં જીતી લીધી હતી. ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં તેણે ફ્રાન્સના મેક્સિમ જાનવીઅરને ૬-૨, ૬-૧ થી હરાવીને મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો. આ પહેલા તેણે પ્રથમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સ્થાનિક ખેલાડી આંદ્રેઆ પેલેગ્રિનોને ૬-૩, ૬-૪ થી પરાજિત કર્યો હતો.