ચેન્નાઇ

આઈપીએલની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ના કેપ્ટન વિરાટ કોહલી અને વિસ્ફોટક બેટ્‌સમેન અબ્રાહમ ડી વિલિયર્સ ટીમના શિબિરમાં જોડાવા ચેન્નઈ પહોંચી ગયા છે. આરસીબીએ ગુરુવારે આ માહિતી આપી હતી. કોહલી અને ડી વિલિયર્સ સાત દિવસની ક્વોરેન્ટાઇનમાં રોકાશે અને ત્યારબાદ ટીમમાં જોડાશે. તેમના સિવાય ટીમના બાકીના સભ્યોએ અહીંની શ્રી રામચંદ્ર ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થામાં તાલીમ શરૂ કરી છે.

ટીમના તાલીમ શિબિરમાં યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, શાહબાઝ અહેમદ, પવન દેશપાંડે, મોહમ્મદ અઝહરૂદ્દીન, રજત પાટીદાર, સચિન બેબી, સુયશ પ્રભુદેસાઈ અને કેએસ ભરત શામેલ છે. ક્રિકેટ ઓપરેશનના ડિરેક્ટર માઇક હેવસન અને મુખ્ય કોચ સિમોન કેટિચના માર્ગદર્શન હેઠળ આરસીબીનો નવ દિવસીય કન્ડીશનીંગ શિબિર ચલાવવામાં આવી રહ્યો છે. ટીમમાં કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો તરીકે સંજય બાંગર, એસ શ્રીધરન, એડમ ગ્રિફિથ, શંકર બાસુ અને મલોલન રંગરાજન છે. આરસીબી તેની પ્રથમ મેચ આઈપીએલ ૨૦૨૧ માં ચેન્નાઇમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સાથે ૯ એપ્રિલે રમવાનું છે. આરસીબીએ ગયા સીઝનમાં પ્લેઑફ માટે ક્વોલિફાય કર્યું હતું. જ્યાં તે ચોથા સ્થાને રહ્યું હતું. ટીમને એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદથી છ વિકેટે પરાજય આપ્યો હતો.