સિરી-એમાં રોનાલ્ડો અને ડાયબલાના ગોલથી યુવેન્ટસે જીત પ્રાપ્ત કરી
24, જુન 2020 396   |  

રોમ.તા.૨૩ 

કોપા ઈટાલિયામાં મળેલ હારને પાછળ છોડતાં યુવેન્ટ્‌સે ઈટાલિયન સિરી-એના મેચમાં બોલોગ્નાને ૨-૦ થી હાર આપી. યુવેન્ટ્‌સ માટે એનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને પાઉલો ડાયબલાએ ગોલ કર્યો.કોવિડ-૧૯ મહામારી બાદ ફરી શરૂ થયેલ સિરીઃએમાં આ યુવેન્ટ્‌સની પહેલી મેચ હતી. યુવેન્ટ્‌સ આ મેચમાં કોપા ઈટાલિયામાંં નાપોલીથી મળેલ હાર બાદ રમી રહી હતી.મહેમાન ટીમે ૨૩મી મિનિટમાં જ ગોલ કરીને યજમાનીને પરેશાનીમાં નાખી દીધી. આ મિનિટમાં બોલોગ્નાની ટીમે ખેલાડીઓએ માથિજિસ ડે લિગ્ટના બોક્સની અંદર પાડી દીધો અને રેફરીને યુવેન્ટ્‌સને પેનલ્ટી આપી જે રોનાલ્ડોએ ગોલમાં ફેરવતાં પોતાની ટીમને એક ગોલથી આગળ કરી દીધી. યુવેન્ટ્‌સે પોતાની સરસાંઈને બમણી કરવામાં વધુ સમય લાગ્યો નહીં.

ડાયબલાએ બોક્સે ખૂણાતી શાનદાર શાpટ લેતાં પોતાની ટીમનો સ્કોર ૨-૦ કરી દીધો. આ બંને ગોલોનું અંતરને યજમાન ટીમ ખતમ કરી શકી નહીં. જાકે,બીજા હાફમાં યુવેન્ટ્‌સને ઘણા પ્રયત્નો બાદ પણ ગોલ કરવા દીધો નહીં. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution