મકરપુરા રોડ ઉપર વૃક્ષોના ટ્રીમીંગ દરમિયાન સ્ટ્રીટ લાઈટના પાંચ પોલ ધરાશાયી
05, જુલાઈ 2025 વડોદરા   |   2673   |  

ડિવાઈડર ખાનગી ફરસાણના વેપારીને મેન્ટેનન્સ માટે આપ્યું છે

શહેરમા મકરપુરા ભવન્સ સ્કૂલ થી સુસેન સર્કલ સુધીના ડિવાઈડર ઉપર વૃક્ષોના ટ્રીમીંગની કામગીરી દરમિયાન એકાએક પાંચ જેટલા સ્ટ્રીટલાઈટના પોલ ધરાશાયી થયા હતા. આ બનાવમાં એક વ્યક્તીને સામાન્ય ઈજા થઈ હોવાનુંમ જાણવા મળે છે. જોકે, આ ડિવાઈટર ફરસાણની દુકાનના સંચાલકોને મેન્ટેનન્સ માટે પાલિકા દ્વારા ફાળવવામાં આવ્યુ છે. અને તેમના દ્વારાજ ટ્રીમીંગની કામગીરી વખતે આ ધટના બની હતી. પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે તેમ સ્થાનિક કાઉન્સિલરે કહ્યું હતુ.

શહેરના મકપુરા રોડ સતત ટ્રાફીક થી ધમધમતો રોડ છે. ત્યારે આજે ભવન્સ સ્કૂલ થી સુસેન જતાં રોડ ઉપર એસઆરપીના ગેટની સામે ડિવાઈડર ઉપરના સ્ટ્રીટ લાઈટના પાંચ થાંબલા ધરાશાયી થયાં હતા. આ ધટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. એક સાથે પાંચ સ્ટ્રીટ લાઈટના પોલ ધરાશાયી થતાં સ્થાનિક કાઉન્સિલર શૈલેષ પાટીલ તુરંત સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

તેમણે કહ્યું હતુ કે, ભવન્સ થી સુસેન સુધીનું ડિવાઈડર મેન્ટેનન્સ તેમજ જાળવણી માટે જગદીશ ફરસાણને આપવામાં આવ્યું છે. તેમના દ્વારા પાલિકાને જાણ વગર વૃક્ષોના ટ્રીમીંગની કામગીરી દરમિયાન આ ધટના બની છે. સ્ટ્રીટ લાઈટ વિભાગનો સ્ટાફ પણ તુરંત દોડી આવ્યો હતો. મંજૂરી લીધા વગર ટ્રીમીંગ દરમિયાન નિષ્કાળજીના કારણે આ ધટના બની છે. પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ કાઉન્સિલરે કહ્યું હતુ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution