05, જુલાઈ 2025
નવી દિલ્હી |
1881 |
હવે પેકિંગ પર એક્સ્પાયરી ડેટ વૃદ્ધ પણ વાંચી શકે તેટલા મોટા અક્ષરોમાં અનેક સ્થળે છાપવી પડશે
દેશમાં દવા નિયમનકાર દવાઓના પેકિંગ અને લેબલિંગ સાથે સંકળાયેલા નિયમોમાં મોટાપાયા પર ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેના કારણે હવે દવા પર લખેલી એક્સપાયરી ડેટ અને અન્ય જાણકારી વાંચવી સરળ થશે. તેનો હેતુ દર્દીઓને દવા અંગે સ્પષ્ટ જાણકારી આપવાનો છે, ઉપરાંત જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે અંતર કરવું પણ સરળ થઈ જશે.
ડીસીજીઆઈની એક ટીમ આ ફેરફારો પર કામ કરી રહી હોવાનું જાણવા મળે છે. તેને ઝડપથી લાગુ કરવાની તૈયારીમાં છે. અધિકારીઓના જણાવ્યા મુજબ નિયમનકારને ગ્રાહકો તરફથી સતત ફરિયાદ મળતી હતી કે દવાઓના પેકેટ પર જાણકારી અત્યંત નાના અક્ષરોમાં હોય છે, ચમકદાર લેબલથી વાંચવુ મુશ્કેલ હોય છે,જેનેરિક તેમજ બ્રાન્ડેડ દવાઓ વચ્ચે ફરક કરવો લગભગ અશક્ય છે. આ તમામ બાબતોને જોતા આ પહેલ શરૂ કરવામાં આવી છે હોવાનું કહેવાય છે.
આમાં પ્રસ્તાવિત ફેરફારોમાં દવાના પેકેટ પર એક્સ્પાયરી ડેટ અને બેચ નંબર સિનિયર સિટીઝન્સ પણ વાંચી શકે તેવા મોટા અક્ષરોમાં છાપવા પડશે. દવાઓના ચમકદાર પેકેજિગ બંધ કરાશે. દવાની સ્ટ્રિપ પર એક્સ્પાયરી ડેટ એક જ નહીં અનેક સ્થળે છપાશે.
નિયામકે પ્રસ્તાવિત નિયમોની સમીક્ષા માટે એક પેટા સમિતિ બનાવી છે. તે ટૂંક સમયમાં રિપોર્ટ સોંપશે.