સૌથી મોટી બેન્ક 10 દિવસમાં ક્રેડિટ કાર્ડ માટેના બદલશે નિયમ
05, જુલાઈ 2025 મુંબઈ   |   2673   |  

એસબીઆઈ દ્વારા 15 જુલાઈથી ફેરફારોનો અમલ કરવામાં આવશે

સરકારી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. બેન્કે ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આનાથી ગ્રાહકોના ખિસ્સા પર અસર પડી શકે છે. એવામાં ક્રેડિટ કાર્ડ યુઝર્સે સાવચેત રહેવાની જરૂર છે. આ ફેરફારો 15 જુલાઈથી અમલ કરવામાં આવશે. જેમાં દર મહીને બિલની મિનિમમ અમાઉન્ટ ડ્યૂને લઈને ગાઈડલાઈન તેમજ કોમ્પ્લિમેન્ટરી ઇન્શ્યોરન્સ મિનિમમ અમાઉન્ટ ડ્યૂ એ ન્યૂનતમ રકમ છે જે તમારે દર મહિનાની બિલિંગ તારીખ સુધીમાં ચૂકવવાની હોય છે. આનો અર્થ એ નથી કે તમને ડિફોલ્ટર ગણવામાં આવે છે અને તમારી ક્રેડિટ હિસ્ટ્રી પણ બગડતી નથી.

SBI કાર્ડ દ્વારા વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, 15 જુલાઈથી અમલમાં આવનારો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ બિલની મિનિમમ અમાઉન્ટ ડ્યૂ સાથે સંબંધિત છે. ફેરફારની વાત કરીએ તો, હવે SBI તરફથી કુલ બાકી બિલ રકમના 2% સાથે GST રકમના 100%, EMI બેલેન્સ, ફી, ફાઇનાન્સ ચાર્જ, ઓવરલિમિટ રકમ પણ MAD માં શામેલ કરવામાં આવશે.

ક્રેડિટ કાર્ડની મિનિમમ અમાઉન્ટ ડ્યૂનો અર્થ એ છે કે દર મહિને તમારા બાકી બિલનો તે ભાગ હોય છે, જે તમારે ચૂકવવો પડે છે જેથી લેટ પેમેન્ટ ચાર્જ ટાળી શકાય. તે 2 થી 5% સુધીની હોય છે. જો કે, આ ફક્ત એક સુવિધા છે જેના દ્વારા ક્રેડિટ કાર્ડ યુઝર ડિફોલ્ટ ટાળી શકે છે,


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution