05, જુલાઈ 2025
વડોદરા |
2673 |
માંડવી મેલડી માતા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર :આવતિકાલે બપોર થી દર્શન બંધ રહેશે
મહોર્રમના પર્વમાં તાજિયાના જૂલુસને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.જ્યારે માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આજે રાત્રે 8 વાગ્યાથી આવતિકાલે સવાર સુધી તેમજ આવતિકાલે બપોરે 12 વાગ્યાથી દર્શન બંધ રહેશે. મેલડી માતાજી સેવે ચેરીટેબલ ટ્રસ્ટના સેવેદારો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
તા. ૫ મી એ રાતે આઠ વાગ્યાથી શહાદત - કતલની રાત ઇશાની નમાજ પછી આયોજકો પોતાના વિસ્તારમાં જૂલુસ કાઢી નિયત રૃટ પર ફરી પરત ઇમામવાડામાં આવશે. બીજા દિવસે છઠ્ઠી તારીખે બપોરની નમાજ પછી તાજિયાનું જૂલુસ નિયત કરેલા માર્ગ પરથી સરસિયા તળાવ, બોરીયા તળાવ, બારે ઇમામ મસ્જિદ તથા જે - તે ધાર્મિક સ્થળે વિધિ કરીને ઠંડા કરી પર્વની સમાપ્તિ થશે. છઠ્ઠી તારીખે બપોરે ૧૨ વાગ્યાથી તાજિયા ઠંડા થાય ત્યાં સુધી પાણીગેટ દરવાજાથી માંડવી સુધી રોડની બંને બાજુ, નાની શાક માર્કેટથી ચોખંડી થઇ ગેંડીગેટ દરવાજા થઇ માંડવી સુધીના રોડ, લહેરીપુરા દરવાજાથી માંડવી સુધી, કુંભારવાડા પોલીસ સ્ટેશનથી માંડવી સુધી, સલાટવાડા થી ફતેપુરા ચાર રસ્તા, અડાણીયા પુલથી સરસિયા તળાવ થઇ ઠેકરનાથ સ્મશાન સુધીના રોડ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ તાજિયાના રૃટ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.