સરકારે કેબ કંપનીઓને મંજૂરી આપી, પીક અવર્સમાં બમણું ભાડું વસૂલ કરી શકશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુલાઈ 2025  |   નવી દિલ્હી   |   22869

અત્યાર સુધી દોઢ ગણું ભાડુ લેવા મંજૂરી આપાવામાં આવી હતી

કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડાં કરતાં વધુ ભાડું લઈ શકશે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા 1 જુલાઈના રોજ નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ લાગુ કરી છે. જે અનુસાર, કેબ એગ્રિગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણા સુધી વધુ ભાડું વસૂલવા મંજૂરી આપવામાં આવી છે. અત્યારસુધી દોઢ ગણું વધુ ભાડું લેવાની મંજૂરી હતી.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આગામી ત્રણ મહિના સુધીમાં નવી ગાઈડલાઈન્સ લાગુ કરવા સૂચિત કર્યા છે. ટેક્સી-ઓટો ભાડામાં આ વધારો એગ્રિગેટર્સ પ્લેટફોર્મને વધુ પડતી માગ દરમિયાન સાનુકૂળતા આપવા તેમજ કિંમત અને સંચાલન માટે એકંદરે રેગ્યુલેટરી ફ્રેમવર્કના પડકારો દૂર કરવાના ઉદ્દેશ સાથે લાગુ કરવામાં આવ્યો છે.

MVAG 2025એ લાંબાગાળાથી રેગ્યુલેટરી તફાવતને દૂર કરતાં નોન-ટ્રાન્સપોર્ટ મોટરસાયકલને પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરવા મંજૂરી આપી છે. એગ્રિગેટર્સ મારફત પેસેન્જર જર્નિ માટે ખાનગી વાહનોનો ઉપયોગ થઈ શકશે. જો કે, તેમાં રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution