05, જુલાઈ 2025
નવી દિલ્હી |
1980 |
વિમાન બેંગલુરુથી દિલ્હી જઈ રહ્યું હતું
શુક્રવારે એર ઇન્ડિયાની બેંગલુરુ-દિલ્હી ફ્લાઇટ (AI2414)ના પાયલોટની ટેકઓફ પહેલા તબિયત અચાનક લથડતાં ફ્લાઇટે 90 મિનિટ મોડી ઉડાન ભરી હતી.
એરલાઈને કહ્યું- 4 જુલાઈની સવારે, અમારી ફ્લાઇટ AI2414માં મેડિકલ ઈમરજન્સી સામે આવી. પાઈલટની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રોસ્ટરમાં ફેરફાર થયો અને બીજા પાઈલટ સાથે આ ફ્લાઇટે ઉડાન ભરી હતી.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતુ કે, પાયલોટ હાલમાં સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે. જેથી તેઓ જલ્દી સ્વસ્થ થઈ શકે.' ફ્લાઇટ 03:05 વાગ્યે રવાના થવાની હતી, 04:52 વાગ્યે રવાના થઈ અને દિલ્હી ખાતે નિર્ધારિત સમય 05:55 વાગ્યેથી લગભગ 90 મિનિટ મોડી હતી.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, વિવિધ કારણોસર 9 દિવસમાં (12-20 જૂન) એર ઇન્ડિયાની 84 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.