પી.ટી.જાડેજાની અટકાયતથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ
05, જુલાઈ 2025 રાજકોટ   |   2772   |  

ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પોલીસને આવેદન પત્ર આપવા પહોંચ્યા

રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી ટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. પી.ટી.જાડેજાની અટકાયત કરી પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા માટે હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે. ઉલ્લેખનિય છે કે બે દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા બાબતે પી.ટીડી.જાડેજાનો વિવાદ બહાર આવ્યો હતો જેમાં આરોપ લગાવાયો હતો કે પી.ટી.જાડેજાએ ધમકી આપી હતી અને ધમકીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

અખિલ ભારતીય રાજપુત યુવા સંઘ વતી ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાને નાની મેટરમાં ટાર્ગેટ કરાયા છે. તેઓ મંદિરમાં ટ્રસ્ટી છે અને બીજા લોકો ગેરકાયદેસર કબજો લેવાના હતા..પી.ટી.જાડેજા સામે સરકારે પાસા કરી છે તે દુખદ છે, હવે સરકાર સાથેના તમામ મુદ્દાઓ ઠંડા થઇ ગયા છે. તેમ છતાં સરકાર પગલાં લેશે તો કાયમી વાંધો પડશે. બધાને ન્યાય આપવો તે સરકારની ફરજ છે તેમણે ધમકી આપી હોય તો પોલીસ સ્ટેશનથી જામીન મળે છે પણ તેમની સાથે રીઢા ગુનેગારની જેમ વર્તન કરાયું છે. તેઓ બિઝનેસમેન છે તેમને આ રીતે રાજકીય રીતે હાથો બનાવીને અટકાયત કરવી તે ખોટુ છે. સરકારના આ પગલાંને અમે વખોડી કાઢીએ છીએ..


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution