બેલગ્રેડ

વિશ્વના નંબર-૧ ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે પોતાના વતન બેલગ્રેડમાં સર્બિયા ઓપનની શરૂઆત સીધા સેટની જીતથી કરી છે. જોકોવિચે પ્રથમ મેચમાં સાઉથ કોરિયાના કવોન સૂન વૂને ૬-૧, ૬-૩ થી હરાવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જોકોવિચે તેના વિરોધી સામે માત્ર ૯૦ મિનિટમાં જીત મેળવી અંતિમ-૮ માં સ્થાન મેળવ્યું. આ એટીપી ૨૫૦ ઇવેન્ટ આઠ વર્ષ પછી ફરી યોજાઇ રહી છે. આ ટૂર્નામેન્ટ નોવાક ટેનિસ સેન્ટર ખાતે યોજાઈ રહી છે અને તેની ઇનામની રકમ ૬.૫ મિલિયન યુરો છે.