મુંબઈ-

ઓસ્ટ્રેલિયા સિરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયા વતી પોતાના મજબૂત બેટીંગ અને કેપ્ટનશિપનો પરીચય આપી ચૂકેલો સ્ટાર ક્રિકેટર આજિંક્ય રહાણે માટે રાહુલ દ્રવિડ હીરો છે અને તેણે જાણીતા ક્રિકેટ કમેન્ટેટર હર્ષ ભોગલેને એક મુલાકાતમાં કહ્યું હતું કે, તેઓ જ્યારે દુબઈથી ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતા ત્યારે દ્રવિડે જ તેને કહ્યું હતું કે, વધારે પડતી ચિંતા કરવી નહીં અને  નેટમાં વધારે બેટીંગ પ્રેક્ટીસ કરવા કરતા માનસિક રીતે મજબૂત થવું જરૂરી છે. 

રાહુલ દ્રવિડે પોતે ક્યારેક એક કેપ્ટન અને બેટ્સમેન તરીકે જે ભૂલો કરી હતી તેને યાદ કરતાં તેણે રહાણેને કહ્યું હતું કે, તું (રહાણે) સારું જ બેટીંગ કરે છે. તેથી નેટમાં વધારે પ્રેક્ટીસ કરવાને બદલે કેપ્ટનશિપ પર ધ્યાન આપ. સાથી ખેલાડીઓમાં આત્મવિશ્વાસ કેવી રીતે લાવી શકાય તેના પર ધ્યાન આપ. પરીણામ પર ચિંતા કે ચિંતન કરવાની જરૂર નથી. તે આપોઆપ સારું જ આવશે. યાદ રહે કે ઓસ્ટ્રેલિયન ટૂર દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા રહાણેએ બીજી, ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.