અમદાવાદ, તા.૩૧

ગુજરાત ટાઈટન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને ૭ વિકેટે પરાજય આપી સીઝનમાં બીજી જીત મેળવી છે. આઈપીએલ-૨૦૨૪માં આ ગુજરાતની ત્રીજી મેચ હતી અને બીજી જીત મેળવી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે ૧૯.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને રિદ્ધિમાન સાહા અને ગિલે સારી શરૂઆત અપાવી હતી. સાહા ૧૩ બોલમાં ૧ ફોર અને બે સિક્સ સાથે ૨૫ રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ ૨૮ બોલમાં ૩૬ રન બનાવી આઉટ થયો હતો. સાઈ સુદર્શને ફરી શાનદાર બેટિંગ કરી હતી. સુદર્શન ૩૬ બોલમાં ૪ ચોગ્ગા અને એક સિક્સ સાથે ૪૫ રન બનાવી આઉટ થયો હતો. ડેવિડ મિલર ૨૭ બોલમાં ૪ ફોર અને બે સિક્સ સાથે ૪૪ રન બનાવી અણનમ રહ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. હૈદરાબાદમાં દરેક બેટરને સારી શરૂઆત મળી હતી, પરંતુ કોઈપણ બેટસ મોટી ઈનિંગ રમી શક્યો નહીં. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સૌથી વધુ ૨૯ રન અભિષેક શર્મા અને અબ્દુલ સમદે ફટકાર્યા હતા. અભિષેક શર્મા ૨૦ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ સિક્સ સાથે ૨૯ રન બનાવી આઉટ થયો હતો. જ્યારે અબ્દુલ સમદે ૧૪ બોલમાં ૨૯ રન ફટકાર્યા હતા. ઓપનર મયંક અગ્રવાલ ૧૬ રન બનાવી આઉટ થયો હતો. તો ટ્રેવિસ હેડે ૧૯ રન બનાવ્યા હતા. એડન માર્કરમ માત્ર ૧૭ રન બનાવી આઉટ થયો હતો. હેનરિક ક્લાસેન ૧૩ બોલમાં ૨૪ રન બનાવી આઉટ થયો હતો. શાહબાઝ અહમદે ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત ટાઈટન્સ તરફથી મોહિત શર્મા સૌથી સફળ બોલર રહ્યો હતો. મોહિતે ૪ ઓવરમાં ૨૫ રન આપી ૩ વિકેટ લીધી હતી. આ સિવાય અઝમતુલ્લાહ, ઉમેશ યાદવ, રાશિદ ખાન અને નૂર અહમદને એક-એક વિકેટ મળી હતી.

ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા વોશિંગ્ટન સુંદરે શરમજનક રેકોર્ડ બનાવ્યો

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૬૨ રન બનાવ્યા હતા. વોશિંગ્ટન, જે જીઇૐ માટે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો, તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો. મોહિત શર્માના બોલ પર રાશિદ ખાને સુંદરનો કેચ પકડ્યો હતો. સુંદરના નામે એક શરમજનક રેકોર્ડ જાેડાઈ ગયો છે.છેલ્લી ઓવરમાં જીઇૐએ મયંક અગ્રવાલની જગ્યા લીધી અને વોશિંગ્ટન સુંદરને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કર્યો. વોશિંગ્ટન સુંદર ૈંઁન્માં ગોલ્ડન ડકનો શિકાર બનનાર બીજાે બેટ્‌સમેન બની ગયો છે. અગાઉ ગત સિઝનમાં અનુકુલ રોયે દિલ્હી કેપિટલ્સ સામે ગોલ્ડન ડક પર પોતાની વિકેટ ગુમાવી હતી. સુંદરે મોહિત શર્માના ધીમા શોર્ટ બોલ પર જાેરદાર ફટકો માર્યો અને ડીપ મિડ-વિકેટ પર રશીદ ખાનના હાથે સીધો કેચ આઉટ થયો.